એક મહિલા 3 મિનિટમાં 56 પાણીપુરી ઝાપટી ગઈ, VIDEO:50 કિલો વજનનાં દાદાએ 30 મિનિટમાં 17 લાડવા ખાધા, રાજકોટના ગણેશોત્સવની સ્પર્ધામાં ખાવાનો ખરાખરીનો જંગ જામ્યો

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ આયોજિત સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં પાણીપુરી અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધાનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50 કિલો વજનના 70 વર્ષીય દાદાએ 17 લાડુ જ્યારે માતા-પુત્રીની જોડીએ 11-11 લાડુ ઝાપટીને બાજી મારી હતી તો બીજી તરફ બહેનોની હરીફાઈમાં માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી આરોગી નેહાબેન વિજેતા બન્યા હતા. માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી આરોગી નેહાબેન બન્યા ચેમ્પિયન
બહેનો માટે ખાસ યોજાયેલી સ્વાદિષ્ટ પાણીપુરી સ્પર્ધામાં મહિલાઓએ ચટાકેદાર સ્વાદ સાથે ખાવાની ઝડપ પણ બતાવી હતી. જેમાં નેહાબેને અદભુત સ્પીડ દાખવી માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી ખાઈને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. પાણીપુરી સ્પર્ધાની તસવીરો ગણપતિ બાપાના આશીર્વાદ અને શુદ્ધ ઘીના લાડુનો ચમત્કાર: વિજેતા સાવિત્રીબેન
બહેનોના વિભાગમાં 44 વર્ષીય સાવિત્રીબેન યાદવ અને તેમની 23 વર્ષીય પુત્રી કોમલબેન બંને 11-11 લાડવા ખાઈ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. છેલ્લા 6 વર્ષથી વિજેતા બનતા સાવિત્રીબેને જણાવ્યું કે, તેઓ વધુમાં વધુ 17 લાડુ ખાવાનો રેકોર્ડ ધરાવે છે. ગણપતિ બાપાની કૃપાથી જ આટલા લાડુ ખાઈ શકાય છે. ચોખ્ખા ઘીના લાડુ, દાળ અને પાણીની ઉત્તમ વ્યવસ્થાને કારણે શરીરમાં કોઈ તકલીફ થતી નથી અને આ વખતે તેમની દીકરી પણ તેમની સાથે ચેમ્પિયન બની છે. લાડવા સ્પર્ધાની તસવીરો 70 વર્ષના ગોવિંદભાઈએ 17 લાડવા ખાધા
શુદ્ધ ઘીના 100 ગ્રામ વજન ધરાવતા લાડવા ખાવાની સ્પર્ધામાં 50 કિલો વજન ધરાવતા સરપદળ ગામના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા 17 લાડવા આરોગી ભાઈઓમાં પ્રથમ રહ્યા હતા. 2008થી ગણપતિ મહોત્સવનું અહીં આયોજન થાય છે
ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણપતિ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આવે છે. આ લાડુ સ્પર્ધામાં પહેલી 5 મિનિટમાં ભાઈઓએ ફરજિયાત 5 લાડુ તો બહેનોએ ફરજિયાત 3 લાડુ ખાવા પડે છે, જે પછી બીજો રાઉન્ડ 20 મિનિટમાં અનલિમિટેડ લાડુઓનો હોય છે. આ સ્પર્ધામાં 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *