બોટાદમાં ટ્રાફિક પોલીસે અડચણરૂપ પાર્કિંગ અને લારીઓ હટાવી:4 ગુના નોંધી 10,500 રૂપિયાનો દંડ વસૂલ્યો, કાર્યવાહી ચાલુ રહેશે

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

આજે 23 સપ્ટેમ્બર 2026 ના રોજ બોટાદ શહેરમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. PSI એ એમ રાવલ અને ટ્રાફિક શાખાના સ્ટાફે ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી કરી. આ ઝુંબેશ દરમિયાન, રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો અને શાકમાર્કેટમાં ટ્રાફિકને અવરોધતી શાકભાજીની લારીઓને હટાવવામાં આવી હતી. BNS કલમ 285 હેઠળ 4 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 10,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. બોટાદ ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો રસ્તા પર કોઈ અડચણ ઉભી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *