મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 23 સપ્ટેમ્બરના રોજ વાડજ અને મકરબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરશે. બંને ઓવરબ્રિજ બનવાના કારણે 3 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રી દ્વારા કુલ ₹584 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનોનું લોકાર્પણ કરાશે. નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પણ યોજાશે. પંડિત દીનદયાલ હોલથી 584 કરોડના કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
સૌ પ્રથમ સવારે 9:30 વાગ્યે વાડજ ખાતે આગખાનની ગલી પાસે વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ યોજાશે. ત્યારબાદ 10:30 વાગ્યે બોડકદેવ પંડિત દીનદયાલ હોલ ખાતે 584 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. સવારે 11:00 કલાકે ઘુમા ખાતે આવેલી એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર સ્પર્ધા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. વાડજ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ મળશે જુઓ 4 તસવીરમાં વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ
વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.62 કરોડના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે. વાડજથી રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે
વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે. મકરબા રેલવે ઓવરબ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને રાહત
અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર મકરબા રેલવે ઓવરબ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2025માં પૂર્ણ થવાનું આયોજન હતું. જોકે, કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા નકશા કરતાં વધુ લાઇનો મળી આવતાં પિલ્લરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે તરફથી પણ કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણોસર બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં આશરે દોઢ વર્ષ મોડું પૂર્ણ થયું. 800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે.
આજે 3 લાખ અમદાવાદીને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, ડ્રોન વીડિયો:વાડજ સર્કલ અને મકરબા બ્રિજ ખુલ્લા મૂકાશે, મુખ્યમંત્રી રૂ.583.85 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાત મૂહુર્ત કરશે
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
