Gandhinagar News: NRI પાસેથી મિલકત ખરીદી હશે તો વિદેશના પુરાવા રજૂ કરવા પડશે

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદી કરવામાં આવી હોય અને તેની પાસે પાનકાર્ડ નહીં હોય તો વિદેશના તમામ પુરાવા રજૂ કરવા પડશે.તેમજ નાણાં કેવી રીતે ચૂકવવામાં આવ્યા તે સહિતની વિગતો પણ ઇન્કમટેક્સમાં આપવાનો નિયમ આગામી એક ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવનાર છે.

ખરીદદારો અને વેચનારની સંપૂર્ણ વિગતો નોંધવી પડશે

સીબીડીટી દ્વારા એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદવાના નિયમોમાં વ્યાપક સુધારા કર્યા છે.તેમજ તેનો અમલ આગામી એક ઓક્ટોબરથી કરવા માટેનું જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.કોઈ ભારતીય અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ એનઆરઆઈ પાસેથી સ્થાવર મિલકત ખરીદે છે ત્યારે કલમ 195(2)હેઠળ ટીડીએસ કાપવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે.તેના માટે ફોર્મ નં.141માં નવો સુધારો કરવામાં આવ્યો છે.તેમાં મિલકતનું સરનામું, મિલકતનો પ્રકાર તમામ ખરીદદારો અને વેચનારની સંપૂર્ણ વિગતો નોંધવી પડશે. 

 પ્રત્યેક ખરીદદારે અલગ ફોર્મ ભરવું પડશે

એનઆરઆઈ પાસે પાનકાર્ડ ન હોય તો પણ તેમનો વિદેશનો સંપર્ક નંબર, ઈ મેઈલ આઈડી તથા વિદેશમાં રહેઠાણનું સરનામું આપવું ફરજિયાત રહેશે.વધુમાં ઊંચા દરે ટીડીએસ ન કપાય તે માટે સંબંધિત દેશનું ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ અને ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર રજૂ કરવા જરૂરી રહેશે. મિલકતનું પેમેન્ટ એકસાથે કરવાને બદલે હપ્તામાં કરવામાં આવતું હોય તો એકનોલેજમેન્ટ નંબર સાથેની તમામ માહિતી ફોર્મમાં દર્શાવવાની રહેશે. આ ઉપરાંત મિલકતની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અને વેચાણ કિંમત બંને દર્શાવવી ફરજિયાત રહેશે. મિલકતના ખરીદદાર એક કરતાં વધુ હોય તો પ્રત્યેક ખરીદદારે અલગ ફોર્મ ભરવું પડશે.
આ પણ વાંચોઃ Gandhinagar News : તમે આવેદનો અને રજૂઆતો વાંચો છો ખરા? કેબિનેટ બેઠકમાં CMએ સેક્રેટરીઓને ઝાટક્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *