બોડેલીના ચલામલીમાંકરિયાણાની દુકાનને પેટ્રોલ છાંટી આગ લગાડી:સ્ટોર માલિકે ઘરે CCTV જોતાં ધુમાડો દેખાયો; શટર પાસે આગ ચાંપનાર શખ્સ કેમેરામાં કેદ; વેપારીએ પોલીસ કાર્યવાહીની માંગ કરી

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

બોડેલી તાલુકાના ચલામલી ગામે રાત્રિના સમયે એક અનાજ-કરિયાણાની દુકાનને શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દેતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માલિકે મોબાઈલમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં આ ઘટના સામે આવી હતી. આ મામલે વેપારીએ બોડેલી પોલીસ મથકે જાણ કરીને દુકાન સળગાવનાર અજાણ્યા શખ્સ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની લેખિત માંગ કરી છે. ચલામલીમાં કરિયાણાની દુકાનમાં આગ
બોડેલી તાલુકાના ચલામલી ગામમાં ભલાભાઈ તડવી ગણેશ જનરલ સ્ટોર નામથી અનાજ-કરિયાણાનો વ્યવસાય કરે છે. ગત રાત્રિના સમયે તેમની દુકાનને કોઈ અજાણ્યા શખ્સે લક્ષ્ય બનાવીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રિના અંધારામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં ભારે ભય અને રોષનો માહોલ ફેલાઈ ગયો છે. સીસીટીવી ફુટેજમાં ધુમાડો દેખાયો
ઘટના સમયે દુકાન માલિક પોતાના ભોરદા સ્થિત નિવાસસ્થાને હાજર હતા. તે દરમિયાન તેમણે મોબાઈલ ફોનમાં દુકાનના સીસીટીવી ફુટેજ ચેક કરતાં અંદરથી ધુમાડો નીકળતો નજરે પડ્યો હતો. તેમણે તાત્કાલિક શેડ્યૂલ મુજબ પાડોશી દુકાનદાર કિરણભાઈને ફોન કરીને સ્થળ પર જઈ તપાસ કરવા માટે જાણ કરી હતી. ગામલોકોએ પાણી છાંટી આગ બુઝાવી
સ્થળ પર પહોંચેલા કિરણભાઈએ દુકાનમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઈ તુરંત માલિકને પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. બાદમાં ભલાભાઈ અને સ્થાનિક ગામલોકો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌએ ભેગા મળીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલાં મોટા પ્રમાણમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પેટ્રોલ છાંટતો શખ્સ કેમેરામાં કેદ
ઘટના બાદ વેપારીએ દુકાનના સીસીટીવી ફુટેજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ફુટેજમાં એક અજાણ્યો શખ્સ શટર પાસે આવીને પેટ્રોલ છાંટી આગ લગાડતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. આ પુરાવા સાથે ભલાભાઈએ બોડેલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ગુનેગારને ઝડપી પાડવા આકરી માંગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *