અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં ઘટના, વન વિભાગે CCTVના આધારે તપાસ શરૂ

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાની ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં એક દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. આ ઘટના ખાંભાથી ઉના જતા માર્ગ પર ખડાધાર ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતા જ RFO સહિત વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે દીપડાના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વાહનની અડફેટે દીપડાનું મોત થયાનું વન વિભાગે જણાવ્યું છે. દીપડાને અડફેટે લેનાર અજાણ્યા વાહનચાલકને શોધવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી છે. ખાંભા અને ધોકડવા સહિતના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી અકસ્માત કરનાર વાહન કે તેના ચાલક અંગે કોઈ મહત્વની કડી મળી નથી. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ પણ રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા અને પીપાવાવ જેવા વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિત અનેક વન્યપ્રાણીઓના વાહન અડફેટે મોત થયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *