Gujarat Weather: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી

📅 Published: September 24, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં ઉત્તર ભાગમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. પરંતુ હજી વિદાય વેળાએ પણ મેઘરાજા રાજ્યના કેટલાક ભાગોમાં મહેરબાન બન્યાં છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકવાની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય તથા ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ગતિ પણ પ્રતિ કલાક 15થી 20 કિ.મીની રહેવાની શક્યતાઓ છે. 

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 810.34 મિમી નોંધાયો 

ચાલુ સિઝનમાં ગુજરાત રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 810.34 મિમી નોંધાયો છે જે સામાન્ય વરસાદની સરખામણીએ 89.16 ટકા છે.ઝોનવાઇઝ નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1761 મિમી એટલે કે 114.23 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 734.46 મિમી એટલે કે 89.68 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા અને કચ્છ ક્ષેત્રમાં 57.60 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો છે અને મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય રહ્યું છે.   

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ

દેશભરમાંથી ચોમાસાની વિદાય લેવાની પ્રક્રિયા હાલમાં પૂરઝડપે ચાલી રહી છે.જેની અસર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ,રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને ત્યાં હવે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે.આ ક્રમમાં હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી પણ ચોમાસાએ વિદાયની શરૂઆત કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં પણ મોસમી હલચલ બદલાતી દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દેશના અન્ય ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Cyclone Arnabનું લેન્ડફોલ , ઓડિશા-આંધ્રમાં ભારે તબાહી, 5 હજાર લોકોનું રેસ્ક્યૂ અને રસ્તાઓ જળમગ્ન!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *