PM મોદીની અધ્યક્ષતામાં બેઠકમાં મોટો નિર્ણય, PF ફરજિયાત કવરેજની સીમા રૂ.15,000 થી વધારી રૂ25,000 કરાઈ

📅 Published: September 24, 2026 | 📂 Category: Surat

દક્ષિણ ગુજરાતના નોકરિયાત અને શ્રમિક વર્ગ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત ખાતે EPFO ના રીજિયોનલ પ્રોવિડન્ટ ફંડ ઓફિસર સંજય સિંહ ગુર્જર દ્વારા યોજાયેલી એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં પ્રોવિડન્ટ ફંડ (PF) ના નિયમોમાં કરવામાં આવેલા મોટા અને ઐતિહાસિક બદલાવ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

PM મોદીની અધ્યક્ષતામાં મંજૂરી

નવા નિયમ અનુસાર, હવે ફરજિયાત PF કવરેજ માટેની પગાર મર્યાદા રૂ.15,000 થી વધારીને રૂ.25,000 કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રમ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ માત્ર રૂ.15,000 સુધીનો માસિક પગાર ધરાવતા શ્રમિકો અને કર્મચારીઓનું જ ફરજિયાત PF કાપવામાં આવતું હતું, પરંતુ હવે નવી મર્યાદા અમલી બનતાં રૂ.25,000 સુધીનો પગાર મેળવતા તમામ કર્મચારીઓ આ દાયરામાં આવી જશે.

કરોડો શ્રમિકોને સામાજિક સુરક્ષા અને ભવિષ્યની બચતનો થશે મોટો લાભ

આ ફેરફારના કારણે દેશભરના તેમજ સુરતના ઉદ્યોગોમાં કામ કરતા લાખો-કરોડો શ્રમિકો અને મધ્યમ વર્ગીય કર્મચારીઓને સીધો અને મોટો ફાયદો થશે. પગાર મર્યાદા વધવાથી વધુ ને વધુ કર્મચારીઓ EPFO ની પેન્શન અને ઈન્સ્યોરન્સ સહિતની સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડાશે. આ નિર્ણયથી શ્રમિકોની ભવિષ્યની બચતમાં વધારો થશે અને નિવૃત્તિ બાદ તેમને આર્થિક સપોર્ટ મળશે, જેનાથી શ્રમિક આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ટ્રાફિક હળવો કરવા જતાં નવો ઝંઝટ ઊભો થયો! મકરબા બ્રિજનું ખામીયુક્ત પ્લાનિંગ શહેરીજનો માટે બનશે માથાનો દુખાવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *