Ahmedabad News: મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં 584 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

📅 Published: September 24, 2026 | 📂 Category: Ahmedabad

સેવા સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને કુલ રૂ.583.85 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતાં.મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્મિત આવાસોના ડ્રો અને 450થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા 50 જેટલાં જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.

450થી વધુ કર્મચારીઓને એક જ દિવસે નિમણૂક પત્રો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સર્વાધિક 450થી વધુ કર્મચારીઓને એક જ દિવસે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.તેમણે તમામ નવનિયુક્ત કર્મચારીઓને પ્રામાણિકતાની શીખ આપી હતી.સ્વચ્છતા પ્રત્યે સભાનતા અને ટેકનોલોજીના ઉત્તમ ઉપયોગથી પ્રજાજનોની સેવાના સંકલ્પ સાથે સંપૂર્ણ નિષ્ઠા અને ગુણવત્તાયુક્ત કામગીરીનું આહવાન કર્યુ હતું.સેવા સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન અને નાગરિકલક્ષી સુવિધાઓ સાથે સંકળાયેલી કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

વાડજ જંકશન પરના ટ્રાફિકનું ભારણ ઘટશે 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં અંદાજિત ₹127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અને લોકાર્પિત થયેલા ફોર લેન ફ્લાયઓવર બ્રિજથી વાડજ જંકશન પરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોનો સમય તથા ઈંધણ બચશે.આ બ્રિજના નિર્માણથી વાહનચાલકોને સુગમ અને ઝડપી વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન સહિતની વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓને નવી ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયેલા પ્રોજેક્ટ

વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ

વેજલપુર – ફોર લેન રેલવે ઓવરબ્રિજ

થલતેજ – 329 EWS આવાસો

અમદાવાદ 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ 

અમદાવાદ 10 બોટ વિથ એન્જિન

શાહીબાગમાં 108 આવાસો અને 46 દુકાનોનું પુનર્વસન

મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયેલા પ્રોજેક્ટ

રામાપીર ટેકરા – રોડ નેટવર્ક

અમરાઈવાડીમાં 1800 મીમી ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન

વટવામાં નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ લાઈન

નિકોલમાં AMTS/BRTS બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ

ત્રાગડ બસ ડેપો/ટર્મિનસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સાબરમતી નદી પૂર્વ કિનારો ટુરિઝમ ટેમ્પલ સર્કિટ

આ પણ વાંચો: Ahmedabad News : ધોળકાના ભેટાવાડા ગામના લોકોનું આંદોલન ઉગ્ર બન્યું, હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *