આરોપીને 20 વર્ષ કેદની સજા:દોષિત 21 વર્ષીય યુવકે ભોગ બનનાર 10 વર્ષની છોકરી ઉપર ગંભીર જાતીય હુમલો કર્યો

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના શહેર કોટડા પોલીસ મથકે વર્ષ 2025માં 21 વર્ષીય આરોપી ઝાયેદ ઘાંચી સામે BNS અને પોક્સો એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 9 સાહેદ અને 20 પુરાવાઓ તપાસીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને ઘરમાં બોલાવી જાતીય હુમલો કર્યો
કેસને વિગતે જોતા 10 વર્ષ અને 9 માસની વય ધરાવતી સગીરા આરોપીના ઘરે બિલાડી રમાડવા માટે ગઈ હતી. આરોપીએ તેને ઘરમાં બોલાવી, પલંગ પર સુવડાવી, તેના કપડાં ઉતારી ગંભીર જાતીય હુમલો કર્યો હતો. તેમજ કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની ફટકારી
બાળકીને દુખાવાની ફરિયાદ થતાં તેની માતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. મેડિકલ પુરાવા અને FSL અહેવાલ તૈયાર કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ સાથે 35 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. સાથે જ બાળકીને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *