GSOS પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:30 નવેમ્બરથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થશે

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની નવેમ્બર-ડિસેમ્બર 2026 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાઓ 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાશે. પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકાયું
બોર્ડની જાહેરાત મુજબ પરીક્ષાનો સમય મોટાભાગના વિષયો માટે સવારે 10થી બપોરે 1:15 વાગ્યા સુધી રહેશે. જ્યારે 9 ડિસેમ્બરના કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10થી 11:15 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના આચાર્યો અને સંબંધિત તમામને પરીક્ષાના કાર્યક્રમની નોંધ લેવા અને તે મુજબ તૈયારી કરવા સૂચના આપી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા GSOSના ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *