Bhavnagar: મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસરનો ઘરમાંથી ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર

📅 Published: September 24, 2026 | 📂 Category: Crime

ભાવનગરમાં મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસરની ઘરમાંથી ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. Top3 સર્કલ નજીક આવેલા ગોકુળધામના K વિંગ-201ના બીજા માળે આવેલા રહેણાક મકાનમાંથી ડૉ. કિન્નર એસ. દેસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો

ચાર દિવસથી મૃતદેહ પડ્યો હોવાની પોલીસની પ્રાથમિક માહિતી

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ બંધ રૂમમાં છેલ્લા 4 દિવસથી મૃતદેહ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં ભરતનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર હતા

ડૉ. કિન્નર એસ. દેસાઈ ભાવનગર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. રહેણાક મકાનમાંથી તેમનો મૃતદેહ મળી આવતા મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા લોકોમાં પણ ચકચાર મચી છે.

મૃત્યુ શંકાસ્પદ હોવાની આશંકા

ડૉ. કિન્નર દેસાઈનું મૃત્યુ શંકાસ્પદ હોવાના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ ઘટનાસ્થળેથી મળેલી પરિસ્થિતિ અને અન્ય વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

આત્મહત્યા કે અન્ય કારણ? તપાસ બાદ ખુલશે હકીકત

ડૉક્ટરનું મૃત્યુ આત્મહત્યાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ તપાસ અને જરૂરી કાર્યવાહી બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે. સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પર નજર છે.  

આ પણ વાંચો  :   New Delhi: જો જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામુ નહીં આપે તો જંતર મંતર 2.0 શરુ કરવાનું CJPનું એલાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *