સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી રિજન્ટ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોવાની માહિતી
પ્રાથમિક માહિતી મુજબ આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા
આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા નહીં
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. આગને કારણે કેટલું નુકસાન થયું છે તેની વિગતો પણ કામગીરી પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.
ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ચકચાર
રિજન્ટ માર્કેટમાં આગ લાગતાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. હાલ ફાયર વિભાગની ટીમ આગને નિયંત્રણમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો : New Delhi: જો જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામુ નહીં આપે તો જંતર મંતર 2.0 શરુ કરવાનું CJPનું એલાન
