Ahmedabad: પૂર્વના વિસ્તારમાં AMTS બસ સ્ટેન્ડમાં દબાણોનો રાફાડો : મુસાફરોને હાલાકી

📅 Published: September 24, 2026 | 📂 Category: Ahmedabad

પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જાહેર પરિવહન સેવા AMTSના બસ સ્ટેન્ડ આગળગેરકાયદે દબાણોનો ખડકલો જોવા મળી રહ્યો છે. દૈનિક હજારો મુસાફરો જે બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છ. તે જ બસ સ્ટેન્ડ આજે ફેરિયાઓ, લારી-ગલ્લાં અને અસ્તવ્યસ્ત વાહન પાર્કિંગના અડ્ડા બની ગયા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

મહત્વનું છે કે બસ સ્ટેન્ડના શેડ આગળ જ લારી-ગલ્લાં, પથારા અને ટુ-વ્હીલર પાર્ક કરી દેવામાં આવતા હોવાથી બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. પરિણામે,AMTS બસ આવે ત્યારે મુસાફરોને બસ પકડવા માટે રસ્તા વચ્ચે જવું પડેછે. વૃદ્ધો, મહિલાઓ અને શાળાએ જતા બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની રહી છે.

સ્થાનિક રહીશો અને મુસાફરો દ્વારા આ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં AMCનું દબાણ હટાવ ખાતું કે AMTSનું તંત્ર કોઈ નક્કર કામગીરી કરવામાં નિષ્ફ્ળ નીવડયું છે. માત્ર નામપૂરતી કામગીરી કરીને સંતોષ માનતા તંત્રના કારણે દબાણકર્તાઓ બેફામ બન્યા છે.

મુસાફરોનું કહેવું છે કે AMTS અને AMC તંત્ર દ્વારા સંયુક્ત ઝુંબેશ ચલાવીને બસ સ્ટેન્ડ આસપાસના તમામ ગેરકાયદે દબાણો તાત્કાલિક અસરથી કાયમી ધોરણે દૂર કરવામાં આવે, જેથી મુસાફરોને સુવિધાયુક્ત અને સુરક્ષિત પરિવહન મળી રહે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *