Vadodara :ડભોઇ તાલુકાના હબીપુરા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભપત્રોનું વિતરણ

📅 Published: September 24, 2026 | 📂 Category: Baroda

ડભોઇ : ડભોઇ તાલુકાના હબીપુરા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લાભપત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલ (નળા), તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *