Amreli: ધારીના દિતલામાં ગામમાં ઘૂસેલો સિંહ ઘરની અંદર આવી ઓસરીમાં બેસી ગયો

📅 Published: September 24, 2026 | 📂 Category: Amreli

ધારી તાલુકાના દિતલા ગામે શિકારની શોધમાં સિંહ ગામમાં આવી ચડયો હતો અને ત્યારબાદ સીધો એક મકાનમાં ઘૂસી જઈ ઓસરીમાં બેસી ગયો હતો. દિતલા ગામથી નેસડી ગામ તરફ્ જવાના રસ્તા પર આવેલા વાડી વિસ્તારના મકાનમાં સિંહ આવી પહોંચતા આસપાસના લોકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. અચાનક મકાનની ઓસરીમાં સિંહ બેઠેલો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સિંહ મકાનમાં ઘૂસી ઓસરીમાં બેસી ગયો હોવાની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સતર્ક બની ગયા હતા. જોકે, લોકોએ સિંહથી સલામત અંતર જાળવી મોબાઇલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. મકાનની ઓસરીમાં આરામથી બેઠેલો સિંહ કેમેરામાં કેદ થયો હતો. દિતલા ગામના રહેણાક વિસ્તારમાં સિંહ ઘૂસી મકાનની ઓસરીમાં બેસી ગયાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારી સહિત આસપાસના વિસ્તારોમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *