ગીર સોમનાથમાં 1200 ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ:‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સામાજિક વનીકરણ વિભાગે પ્રકૃતિ સંરક્ષણનું કામ કર્યું

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનકલ્યાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પ્રકૃતિ સંરક્ષણ પણ આ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગ્રામ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૧૨૦૦ જેટલા ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.વનવિભાગના સામાજિક વનીકરણ વિભાગે જિલ્લામાં જામફળ, સીતાફળ, દાડમ, આંબળા અને ચીકૂ જેવા ફળ આપતા રોપાઓનું વાવેતર અને વિતરણ કર્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી વધે અને લોકોને ફળ પણ મળે તે હેતુથી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક અશોક અમીન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સદાશિવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ. આજે સર્કિટ હાઉસ સામેની ખાલી જગ્યામાં તેમજ તાલાલા અને સૂત્રાપાડા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *