વઢવાણના ટીંબા ગામે 'સેવાસેતુ' કાર્યક્રમમાં અનેક સરકારી સેવાઓ અપાઈ:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની હાજરીમાં આરોગ્ય તપાસ, રાશનકાર્ડ, આધારકાર્ડ અપાયા

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

વઢવાણ તાલુકાના ટીંબા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોને આરોગ્ય તપાસ, રાશનકાર્ડ અને આધારકાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવાનો હતો. ‘સરકાર આપણા દ્વારે’ અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧થી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી સુશાસનની યાત્રાને રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક આગળ વધારી રહી છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર અને જનતાની સેવા માટે પોતાના જીવનના ૨૫ વર્ષ સમર્પિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે, આયુષ્માન કાર્ડ યોજના દ્વારા સામાન્ય અને ગરીબ પરિવારોને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજના ગંભીર બીમારીઓના સમયે પરિવાર પર આવતા આર્થિક બોજને ઘટાડે છે. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય અને શૈક્ષણિક સ્ટાફની કામગીરીને તેમણે બિરદાવી હતી. કાર્યક્રમમાં લોકોને આધારકાર્ડ, રાશનકાર્ડ, મેડિકલ ચેકઅપ અને સમાજ સુરક્ષાને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ ચાવડા, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *