ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે સ્કૂલો માટે નવા નિયમોને મંજૂરી આપી છે. આ હેઠળ સ્કૂલોમાં બુરખા અને નકાબ જેવા આખા ચહેરાને ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1,000 યુરો એટલે કે આશરે 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ગમાં 30% સુધી મર્યાદિત કરવામાં આવી છે. જોકે, હિજાબ એટલે કે માથું અને વાળ ઢાંકતા સ્કાર્ફ પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જો ચહેરો ઢાંકનાર વિદ્યાર્થિની સગીરા હોય, તો દંડ તેના માતા-પિતા પર ફટકારી શકાય છે. દરેક વિદેશી વિદ્યાર્થી માટે 30%ની મર્યાદા નથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30%ની મર્યાદા દરેક બિન-ઇટાલિયન વિદ્યાર્થી પર લાગુ નહીં થાય. આ મર્યાદા એવા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ માટે છે, જેમને ઇટાલિયન ભાષા અથવા સ્કૂલ વ્યવસ્થાનો પૂરતો અનુભવ નથી. પ્રાથમિક સ્કૂલોમાં એવા બાળકોને આ ગણતરીમાં સામેલ કરવામાં આવશે, જેઓ ઇટાલીમાં જન્મ્યા નથી અથવા જેમણે ઇટાલીની શિક્ષણ વ્યવસ્થામાં ઓછામાં ઓછા 2 વર્ષ પ્રી-સ્કૂલ કર્યું નથી. માધ્યમિક સ્કૂલોમાં એવા બિન-ઇટાલિયન વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવશે, જેમણે ઇટાલીની રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થામાં ઓછામાં ઓછા 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી. ઇટાલીમાં જન્મેલા બાળકો અને ત્યાંની સ્કૂલ વ્યવસ્થામાં પૂરતા સમયથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 30%ની મર્યાદામાં ગણવામાં આવશે નહીં.
ઇટાલીની સ્કૂલોમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ:નિયમો તોડવા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ; કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 30% સુધી મર્યાદિત
📅 Published: September 25, 2026 |
📂 Category: International
