વડોદરાના સમા અંબિકા નગર પાસે છેલ્લા કેટલાક સમયથી લોકોને પરેશાન કરનારો વાનર આખરે પાંજરે પુરાયો છે. વાનરના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાનરનો ગુસ્સો અને આક્રમક વર્તન જોઈ લોકો પણ ડરી રહ્યા હતા.
લોકોએ વનવિભાગને બતાવ્યો હુમલો કરનાર વાનર
આજે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકોએ હુમલો કરનાર વાનર અંગે વનવિભાગની ટીમને માહિતી આપી હતી. વાનરના આક્રમક વર્તનને લઈને સ્થાનિકોએ ટીમ સમક્ષ સમગ્ર સ્થિતિ જણાવી હતી.
વનવિભાગના કર્મચારી પર જ હુમલો કર્યો હતો
આ વાનર કેટલો આક્રમક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વાનરે વનવિભાગના કર્મચારી પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ વનવિભાગની ટીમે વાનરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આખરે પાંજરામાં કેદ થયો માથાભારે વાનર
વનવિભાગની ટીમની કામગીરી બાદ આખરે આ માથાભારે વાનર પાંજરે પુરાયો છે. વાનર પકડાઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સ્થાનિકોએ વનવિભાગનો માન્યો આભાર
વાનર પકડાઈ જતાં સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી. સ્થાનિકોએ વનવિભાગની ટીમનો આભાર માન્યો છે. વાનરના સતત ભયમાંથી છુટકારો મળતાં વિસ્તારમાં લોકોએ રાહત અનુભવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની
