વેરાવળની આદિત્ય બિરલા સ્કૂલે20 વર્ષની ઉજવણીમાં 3 વિદ્યાર્થીનું સન્માન કર્યું:CBSE 12th માં હેનિલ રાચ્છ, શ્રેય રાયઠઠ્ઠા, ધર્મ ચોરવાડીને ચેરમેન એવોર્ડ અપાયા

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલે ક્લબ રિધમ ખાતે ચેરમેન એવોર્ડ સમારોહ યોજ્યો. આ સાથે સ્કૂલે 20 વર્ષની ઉજવણી કરી. ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારી એમ. પી. બોરીચા અને વેરાવળ DEO ઓફિસના શિક્ષણ નિરીક્ષક વી. બી. ખંભલા મુખ્ય મહેમાન હતા. ABHS અને ABPS વેરાવળના પ્રિન્સિપાલ સ્મિતા વેણુ અને કેપ્ટન શ્વેતા સિંહે ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. CBSE બોર્ડ 12 કોમર્સ પરીક્ષામાં 95ટકાકે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ઉજવાઈ. હેનિલ રાચ્છે 98.4ટકા શ્રેય રાયઠઠ્ઠાએ 97.6ટકાઅને ધર્મ ચોરવાડીએ 95.00ટકાગુણ મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યું. વિજેતા વિદ્યાર્થીઓએ જુનિયરો સાથે તેમના અનુભવો શેર કર્યા. માર્ગદર્શક સત્યેન્દ્ર સિંહે અને આચાર્યએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમનું સંચાલન ગીતિકા ઋષિએ કર્યું. જીગ્નેશ પટેલે સંકલન કર્યું અને હિમાંશુ પાંડેએ આભારવિધિ કરી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *