Ahmedabad News: બગોદરામાં ગણપતિ વિસર્જન કરવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનો બચાવ એકની શોધખોળ ચાલુ

📅 Published: September 25, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગોદરાના શિયાળ રોડ પર આવેલી થાળાવાળી ડબમાં ગણપતિ પધરાવવા માટે કેટલાક કિશોરો ગયા હતા, તે દરમિયાન ગણપતિ વિસર્જન વેળાએ અચાનક પાણીમાં ઊંડાણમાં ઉતરી જવાથી બે કિશોરો ડૂબી ગયા હતા.

SDRF ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતાને જોતા SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. આ બનાવને પગલે આસપાસના લોકોના ભારે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Ahmedabad News: Two Teens Drown During Ganpati Visarjan in Shiyal Road Pond; One Rescued, Search On for Another in Bagodara

એક કિશોરનો આબાદ બચાવ

આ દુર્ઘટનામાં ડૂબી ગયેલા બંને કિશોરો બગોદરાના જ સ્થાનિક રહેવાસી છે. જે પૈકી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ નામના કિશોરને તરતા આવડતું હોવાને કારણે તેનો સમયસૂચકતાથી આબાદ બચાવ થઈ ગયો છે, જેનાથી પરિવાર અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

Live news - 2026-09-25T175041.373

બીજા કિશોરની શોધખોળ ચાલુ

જ્યારે બીજા કિશોર હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ પાણીમાં લાપતા બન્યા છે. તેમની શોધખોળ કરવા માટે SDRFની ટીમ દ્વારા પાણીમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: કોચરબ આશ્રમ પાસે સ્પામાં આગ, 3 મહિલા સહિત 1 પુરુષનું રેસ્ક્યૂ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *