Amreli News: બાબરાના મોટા દેવળિયા ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત

📅 Published: September 25, 2026 | 📂 Category: Amreli
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. મોટા દેવળિયા ખાતે પ્રસંગોપાત કામ પતાવીને ન્હાવા માટે પડેલા 4 યુવકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર પંથકમાં અને વાલ્મિકી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

કપડાં જોઈને શંકા ગઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી

ઘટનાની વિગતો મુજબ, ગણેશ વિસર્જન કરવા ગયેલા કેટલાક લોકોને ચેકડેમની કાંઠે માત્ર કપડાં પડેલા જોવા મળ્યા હતા, જેથી તેમને શંકા ગઈ હતી. તેમણે તુરંત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકો અને પોલીસની સયુક્ત મદદથી ચેકડેમમાંથી ભારે જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
Amreli News: Four Youths Drown in Checkdam During Ganesh Visarjan in Mota Devaliya, Babra

ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ચારેય યુવકોની ઓળખ

  • કનુભાઈ દેવજીભાઈ શિંગાળા (રહે. મોટા દેવળિયા)
  • સચિનભાઈ કાળુભાઈ શિંગાળા (રહે. મોટા દેવળિયા)
  • ભલા પ્રવીણભાઈ જેઠવા (રહે. નવાગઢ, જેતપુર)
  • કેવિન પ્રવીણભાઈ જેઠવા (રહે. નવાગઢ, જેતપુર)
Amreli News: Four Youths Drown in Checkdam During Ganesh Visarjan in Mota Devaliya, Babra
જેમાંથી પ્રથમ બે યુવકો મોટા દેવળિયાના સ્થાનિક હતા, જ્યારે બાકીના બે યુવકો નવાગઢ, જેતપુરના વતની હતા. એકસાથે ચાર યુવકોના મૃત્યુથી મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો: LIVEGanesh Visarjan Live: અરવલ્લીમાં ભક્તિસભર ગણેશ વિસર્જન, મેઘરજ શોભાયાત્રામાં મંત્રી PC બરંડા જોડાયા

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *