New Delhi: ભજન ક્લબિંગમાં PM મોદીનો અનોખો અંદાજ, હાથમાં ઢપલી, આંખો બંધ કરી ભજનમાં થયા લીન, Video

📅 Published: September 25, 2026 | 📂 Category: India National

જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતી નિમિત્તે દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય પાર્કમાં આયોજિત ભજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. કાર્યક્રમ દરમિયાન તેઓ સામાન્ય લોકો વચ્ચે બેઠા હતા અને ભજનનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

હાથમાં ઢપલી લઈને ભજનમાં થયા લીન

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હાથમાં ઢપલી જોવા મળી હતી. ભગવાન કૃષ્ણનું ભજન રજૂ થઈ રહ્યું હતું ત્યારે ગાયકોના નિર્દેશ મુજબ તેમણે હાથ ઊંચા કરીને તાલ પણ આપી હતી. તેઓ આંખો બંધ કરીને ભજન સાંભળતા અને કાર્યક્રમમાં લીન થતા જોવા મળ્યા હતા.

મંચ પરથી રામના જયકારા, ‘GenZ Love Modi’ના સૂત્રો

કાર્યક્રમ દરમિયાન મંચ પરથી વિવિધ ધાર્મિક ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન રામના નામના જયકારા પણ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના મંચ પર ‘GenZ Love Modi’ લખેલા સૂત્રો પણ જોવા મળ્યા હતા.

  

રોક બેન્ડ જેવી શૈલીમાં ભજન કાર્યક્રમ

આ કાર્યક્રમ પરંપરાગત ભજનથી અલગ આધુનિક સંગીત અને પ્રકાશ વ્યવસ્થા સાથે યોજાયો હતો. ભજનની સાથે જીવંત સંગીત, લાઇટિંગ અને યુવાનોને અનુકૂળ વાતાવરણ જોવા મળ્યું હતું. ‘ભજન ક્લબિંગ’નો હેતુ ભક્તિ અને આધુનિક સંગીત શૈલીને એકસાથે રજૂ કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરાયા

કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન, વિચારો અને રાષ્ટ્રસેવામાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભજનની રજૂઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર સ્થળે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 

આ પણ વાંચો   :  Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *