Vadodara News: કરજણના પિંગલવાળા ખાતે ગણેશ વિસર્જન ટાણે 3 યુવાનો ડૂબ્યા, 2નો બચાવ, 1 લાપતા

📅 Published: September 25, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કરજણના પિંગલવાળા ગામે આવેલી ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન વિસર્જન વિધિ કે સ્નાન ટાણે અચાનક 3 યુવાનો પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી.

બે યુવાનોનો આબાદ બચાવ, એક લાપતા

નદીમાં 3 યુવાનો ડૂબવાની આ દુર્ઘટનામાં સમયસૂચકતા અને સ્થાનિકોની મદદથી 2 યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેથી તેમનો આબાદ બચાવ થયો છે. જોકે, હજુ સુધી એક યુવાન પાણીમાં લાપતા છે. પ્રાથમિક માહિતી મુજબ, ડૂબેલો અને લાપતા થયેલા આ યુવાન તાલુકાના જ માનપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Vadodara News: Three Youths Drown in Dhadhar River During Ganesh Visarjan in Karjan; Two Rescued, One Missing

પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાપતા થયેલા યુવાનની શોધખોળ કરવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા ઢાઢર નદીમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Vadodaraમાં નગ્ન વીડિયો કેસમાં ધરપકડ છતાં ફાયર કર્મચારી ફરજ પર હાજર દેખાતા વિવાદ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *