Mahesana : મહેસાણા : 'મારું બાળક મારું જતન'

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

‘મારું બાળક મારું જતન’ પ્રોજેક્ટને પ્રાદેશિક સમિટમાં વિજેતા ટ્રોફી મળતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ખુશી જોવા મળી.

મહેસાણા જિ. પં. આરોગ્ય વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ નિવારણ અને પોષણ સુધારણા માટે અમલમાં મૂકવામાં આવેલ ‘મારું બાળક મારું જતન'(JATAN) પ્રોજેક્ટને GRIP પ્રાદેશિક સમિટમાં વિજેતા ટ્રોફી પ્રાપ્ત થઈ છે. જેને લઇ જિલ્લા આરોગ્ય વિભાગમાં ખુશી જોવા મળીહતી. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ડૉ. ખુશ્બૂ સોલંકી દ્વારા કરાયું હતું.પ્રોજેક્ટમાં આરોગ્ય વિભાગ અનેICDS વિભાગનાસંકલન દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત કરવા ચોક્કસ ગાઈડ લાઈન થકી સુધારો લાવવામાં પ્રયત્ન કરેલ છે. આ પ્રસંગે એડિશનલ ડાયરેક્ટર, પબ્લિક હેલ્થ, ડૉ.નીલમ પટેલ દ્વારા વિજેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડૉ. કાદરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર,SHSRC, ગુજરાત વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર RDD ડૉ.સ્વપ્નિલ શાહ, આસિસ્ટન્ટ RDD ડૉ. કાનન દ્વારા સમિટનું આયોજન કરેલ હતુ. આ પ્રોજેક્ટ દ્વારા આરોગ્ય અને ICDS વિભાગવચ્ચેનું સંકલન મજબૂત બનાવી બાળકોના પોષણ,આરોગ્ય અને વિકાસ માટે વધુ અસરકારક કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા માટે આ સિદ્ધિ ગૌરવની ક્ષણ છે,આરોગ્ય વિભાગે અગાઉ પણ રિજનલ અને સ્ટેટ લેવલ ગ્રીપમાં જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ માટે પણ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *