Mahesana :શ્રમ-સેવા એ જ સાચુ ગૌરવ : સતલાસણા ખાતે

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

સતલાસણા બસ સ્ટેન્ડ ખાતે NSS સ્વયંસેવકોએ શ્રમદાન કરી કચરો દૂર કર્યો અને સ્વચ્છતા તથા સામાજિક જવાબદારી અંગે સંદેશ આપ્યો.

સતલાસણા સ્થિત કે.એમ.કોઠારી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે શુક્રવારના રોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના 50 જેટલા NSS સ્વયં સેવકોએ સતલાસણા બસ સ્ટેન્ડ ખાતે ઉત્સાહ પૂર્વક જોડાઈને સફાઈ કામગીરી હાથ ધરી હતી. બપોરે 2.30 થી 4.00 કલાક દરમિયાન યોજાયેલા આ સફાઈ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડના ખૂણે-ખૂણેથી કચરો દૂર કરી સમગ્ર પરિસરની સ્વચ્છતા જાળવવા માટે શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ અથાક મહેનતના પરિણામે બસ સ્ટેન્ડ પરિસર સ્વચ્છ બન્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ NSS પ્રોગ્રામ ઓફ્સિર બાબુભાઈ પ્રજાપતિના આયોજન અને સંચાલન હેઠળ સફ્ળતા પૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, શિસ્ત, જાહેર મિલકતો પ્રત્યેની જવાબદારી અને સામાજિક સેવાની ભાવના વધુ દૃઢ બની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *