Anand : તારાપુરના પાદરાથી બોગસ ડોક્ટરને પકડી લેવામાં આવ્યો

📅 Published: September 25, 2026 | 📂 Category: Anand

તારાપુર તાલુકાના પાદરા ગામે ડોક્ટરની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા એક શખ્સ સામે તારાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખીને કરાયેલી તપાસ દરમિયાન શખ્સ ડિગ્રી વિના સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના અને ખંભાત વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તારાપુર પોલીસ દ્વારા ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન તા. 24 સપ્ટેમ્બરના રોજ તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો ત્યારે પાદરા ગામે એક શખ્સ ડિગ્રી વિના દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા તારક ચંદ્રેય માહબ ચંદ્રેય મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *