પેપર કપમાં ચા-કોફી પીવાથી કેન્સરનું જોખમ!:ઇકોફ્રેન્ડલી લાગતા કપમાં છુપાયેલા છે 5 ખતરનાક કેમિકલ્સ; 7 ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચવા આ સાવચેતી રાખો

📅 Published: September 26, 2026 | 📂 Category: Lifestyle

કલ્પના કરો, તમે કોઈ દુકાન પર ચા પીવા માટે રોકાવ છો અને તમને ગરમ ચા ડિસ્પોઝેબલ પેપર કપમાં આપવામાં આવે છે. તમને લાગે છે કે પેપર કપ તો સુરક્ષિત અને પર્યાવરણમિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે આવા કપમાં ગરમ ચા-કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે? પેપર કપમાં ગરમ પીણું નાખવાથી શું થાય છે, તેને લઈને વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું છે. વર્ષ 2021માં ‘જર્નલ ઑફ હેઝર્ડસ મટિરિયલ્સ’માં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. સંશોધકોએ 5 અલગ-અલગ કંપનીઓના પેપર કપ લીધા અને તેમાં ઉકળતું પાણી રેડ્યું. પાણી 15 મિનિટ સુધી કપમાં રાખવામાં આવ્યું. સંશોધન મુજબ, 100 મિલી ગરમ પાણીમાં સરેરાશ આશરે 25,000 માઇક્રોન કદના માઇક્રોપ્લાસ્ટિક કણો મળી આવ્યા. આ ઉપરાંત કપની અંદરની પ્લાસ્ટિક કોટિંગમાં સીસું, ક્રોમિયમ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ પણ મળી આવી. અભ્યાસ જણાવે છે કે, પેપર કપમાં ગરમ પીણું પીવાથી માઇક્રોપ્લાસ્ટિકના સંપર્કમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે જો દરરોજ પેપર કપમાં ગરમ ચા-કોફી પીવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે. તેથી ‘કામના સમાચાર’માં આજે પેપર કપમાં ચા-કોફી પીવાના આરોગ્ય સંબંધી જોખમો વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અલી શેર, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, દિલ્હી પ્રશ્ન- નામ પરથી જ સ્પષ્ટ છે તેમ, શું પેપર કપ કાગળનો બનેલો હોય છે? જવાબ- નહીં, ડિસ્પોઝેબલ પેપર કપ સંપૂર્ણપણે કાગળના બનેલા હોતા નથી. તેને પૉઇન્ટર્સ દ્વારા સમજીએ- પ્રશ્ન- પેપર કપમાં ગરમ વસ્તુઓ નાખવાથી કયા ઝેરી પદાર્થો (ટૉક્સિન્સ) છૂટે છે? જવાબ- ગરમ વસ્તુઓ નાખવાથી પેપર કપમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સ અને કેટલાક રસાયણિક કણો છૂટે છે, જે શરીરમાં પહોંચીને હોર્મોન્સ, રોગપ્રતિકારક શક્તિ અને કોષોની સામાન્ય કામગીરીને અસર કરી શકે છે. ગ્રાફિકમાં જોઈએ- ચાલો, આ મુદ્દાઓને વિગતવાર સમજીએ- 1. માઇક્રોપ્લાસ્ટિક 2. નેનોપ્લાસ્ટિક 3. પ્લાસ્ટિક એડિટિવ્સ 4. પ્રિન્ટિંગ ઇન્કના કેમિકલ્સ 5. હેવી મેટલ્સ પ્રશ્ન- જો આ ટૉક્સિન્સ શરીરમાં પ્રવેશ કરે તો શું હેલ્થ રિસ્ક થઈ શકે છે? જવાબ- દરરોજ પેપર કપમાં ગરમ ચા-કૉફી અથવા સૂપ પીવાથી કપના ટૉક્સિન્સ શરીરમાં પ્રવેશી શકે છે. લાંબા સમયગાળે તેના ઘણા હેલ્થ રિસ્ક થઈ શકે છે. તમામ સંભવિત હેલ્થ રિસ્ક ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- કયા લોકોને જોખમ વધારે હોય છે? જવાબ- જે લોકો લાંબા સમય સુધી અને દિવસમાં ઘણી વખત પેપર કપમાં ગરમ પીણાં (જેમ કે ચા, કૉફી, સૂપ) પીવે છે, તેમને જોખમ વધારે હોય છે. આ ઉપરાંત, આ લોકોએ વધુ સાવચેતી રાખવી જોઈએ- પ્રશ્ન- શું પેપર કપથી કેન્સર થઈ શકે છે? જવાબ- ડૉ. અલી શેર જણાવે છે કે કેટલીક સ્ટડીઝમાં પેપર કપમાંથી નીકળતા માઇક્રોપ્લાસ્ટિક, કેમિકલ્સ અને હેવી મેટલ્સના લાંબા સમયના સંપર્કને કેન્સર સહિત અનેક હેલ્થ રિસ્ક સાથે જોડવામાં આવ્યા છે. તેથી સાવચેતીના ભાગરૂપે પેપર કપનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન- શું પેપર કપમાં ઠંડી વસ્તુઓ પીવી પણ જોખમી છે? જવાબ- ડૉ. અલી શેરના જણાવ્યા મુજબ, ઓછા તાપમાને કપની અંદરની પ્લાસ્ટિક કોટિંગમાંથી માઇક્રોપ્લાસ્ટિક અને કેમિકલ્સ નીકળવાનું જોખમ હોતું નથી. તેમ છતાં લાંબા સમય સુધી અથવા વારંવાર ડિસ્પોઝેબલ પેપર કપનો ઉપયોગ કરવાને બદલે સ્ટીલ, કાચ અથવા સિરામિકના વાસણોનો ઉપયોગ કરવો વધુ સારું છે. પ્રશ્ન- પેપર કપની જગ્યાએ કયા વિકલ્પો વધુ સારા છે? જવાબ- ગરમ ચા-કોફી પીવા માટે સ્ટીલ, કાચ અથવા સિરામિક (ચીની માટી)ના કપ સૌથી સુરક્ષિત વિકલ્પો માનવામાં આવે છે. પેપર કપની જગ્યાએ કયા વિકલ્પો વધુ સારા છે, તે ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- પેપર કપના જોખમથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- કેટલીક સરળ સાવચેતીઓ અપનાવીને સંભવિત જોખમ ઘટાડી શકાય છે. ગ્રાફિકમાં તમામ સાવચેતીઓ જોઈએ- પ્રશ્ન- પેપર કપ બનાવવા અને તેના ઉપયોગને લઈને ફૂડ સેફ્ટી ઓથોરિટીઝના નિયમો શું કહે છે? જવાબ- ભારતમાં પેપર કપ બનાવવા અને ખાદ્યપદાર્થો તથા પીણાંના સંપર્કમાં આવતી પેકેજિંગ માટે FSSAIએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશન, 2018 લાગુ કર્યા છે. તેમના અનુસાર- આ બધી બાબતો સુનિશ્ચિત કરવાની જવાબદારી ફૂડ બનાવનારની છે અને તેની દેખરેખ રાખવાનું કામ સત્તાધિકારીનું છે. જ્યારે બંને પોતાનું કામ સંપૂર્ણ જવાબદારી સાથે ન કરતા હોય, ત્યારે આપણી જવાબદારી છે કે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લઈએ અને પેપર કપનો ઉપયોગ બિલકુલ ન કરીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *