રેસકોર્સની શ્રીરામ સોસાયટીના ઘરમાંથી તસ્કરે રૂ.4.60 લાખના 168 ગ્રામ સોનાના દાગીના ચોર્યા હતાં. રાત્રે સ્વજનનું અવસાન થતાં પરિવાર ત્યાં જતાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ગોરવા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. તસ્કરો એક નહીં 50 મિટરના અંતરે જ 2 ઘરમાં પણ ત્રાટક્યા હતા. ઘરમાં પ્રવેશી તસ્કરો ફ્રિઝ ખુલ્લા રાખીને જતા રહ્યા હતા. ભાયલી-સેવાસી લીંક રોડ રહેતા રાકેશકુમાર ગીરીશચંદ્ર સુરતીના માતા-પિતા શ્રીરામ સોસાયટીના ઘરમાં રહે છે. કાકાનું અવસાન થતાં તે માતા-પિતા અને પરિવાર સાથે હરણી ગયા હતા અને રહ્યા હતાં. 24મીએ પહેલાં માળે રહેતા ભાડૂઆત હરેશભાઈ ઠાકરે દરવાજો તૂટેલો જોતાં રાકેશભાઈના માતાને જાણ કરી હતી. પરિવારે તપાસતાં દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને બે લોખંડની તિજોરીઓમાંથી સોનાના દાગીના ગાયબ હતા. જાન્યુઆરીમાં પુત્રના લગ્ન છે અને દાગીના ચોરાઇ ગયા
મારા પૂત્રના જાન્યુઆરીમાં લગ્ન છે, થોડા દાગીના નવા હતા. લગ્નના તમામ દાગીના ચોરી થઈ ગયા છે. દાગીના મળે તો લગ્ન સારી રીતે થાય. > રાકેશકુમાર સુરતી તસ્કરોને પકડવા સીસીટીવી સહિત તપાસવામાં આવ્યા છે
પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે, સીસીટીવી સહિતની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જરૂરી પૂરાવા મેળવી રહી છે. > કે.એન.લાઠિયા, પીઆઈ, ગોરવા ગોરવાના બીજા ઘરમાં રૂ.1.33 લાખની ચોરી કરાઇ
ગોરવાની ઓમ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ રાઠોડ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. તસ્કરોએ ઘરમાં પ્રવેશી કબાટમાંથી 44 ગ્રામ સોનાના, 55 ગ્રામ ચાંદીના દાગીના અને રૂ.20 હજાર રોકડા મળી કુલ રૂ.1.33 લાખની મતા ચોરી હતી. જે અંગે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો.
જાન્યુઆરીમાં પુત્રના લગ્ન છે અને દાગીના ચોરાઇ ગયા:રેસકોર્સના ઘરમાંથી પુત્રના લગ્ન માટે લીધેલા 168 ગ્રામ સોનાની ચોરી થઇ
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
