ભાવનગરમાં રહેતો યુવક ગુરુવારે બપોરે વડોદરા આવ્યો હતો અને મંગળબજારની ગીતા લોજમાં રોકાયો હતો. રાત્રે જમ્યા બાદ 2 વાગ્યાના અરસામાં તેણે પોતાના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કર્યો હતો. સયાજી હૉસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાનાને પગલે યુવકનો પરિવાર ભાવનગરથી દોડી આવ્યો હતો. હેમલના રૂમમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, હું માનસિક રીતે કંટાળી ગયો છું એટલે આ પગલું ભરું છું. યુવક ભાવનગરમાં ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતો હતો. રાત્રિના 2 કલાકે લોજની બહારથી ધડાકાભેર અવાજ આવતા લોજમાં હાજર સ્ટાફ નીચે દોડી આવ્યો હતો. જ્યાં હેમલ લોહીથી લથબથ હાલતમાં રોડ પર પડ્યો હતો. હેમલે ત્રીજા માળે તેના રૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. લોજના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. હેમલને તાત્કાલિક 108 દ્વારા સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે પરિવારના અને હોટલ સ્ટાફનું નિવેદન લઈને તપાસ હાથ ધરી હતી. અંતિમ ચિઠ્ઠી સોરી ઑલ ફેમિલી…
હું હેમલ ડાભી પૂરા ભાન અને વિના દબાણે કહું છું, મે જે કર્યું તે મારી મરજીથી કર્યું છે. કંટાળી ગયો હતો તેથી આ પગલું ભર્યું છે અને કોઈના લીધે આપઘાત કર્યો નથી. નોંધ લેવી, હું જ પોતે આપઘાત કરું છું. તેનો જવાબદાર પોતે જ છું. મારા લીધે કોઈને તકલીફ ન થાય અને કોઈને હેરાન કરતા નહીં. સોરી માય ઑલ ફેમિલી. સોરી માય ડ્રિમ લાઈફ એન્ડ માય પર્સનલ પ્રોબ્લેમ. જેણે મને અત્યાર સુધી પ્રેમ અને સપોર્ટ આપ્યો એના બદલામાં આભાર માનું છું. પોલીસે યુવકનો ફોન જપ્ત કર્યો, કોલ ડિટેલ તપાસશે
પોલીસની પૂછપરછમાં વડોદરા દોડી આવેલા પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમના વડોદરામાં કોઈ સંબંધી નથી, તેઓ ક્યારે પણ વડોદરા આવ્યા જ નથી. હેમલ કયા કારણે વડોદરા ખાતે આવ્યો અને સ્ટેશન દૂર લોજમાં કેમ રોકોયો તેની જાણ નથી. પોલીસે રૂમની તપાસ કરી ત્યારે ચિઠ્ઠી અને નાની બેગ મળી હતી. હેમલનો ફોન સ્વીચ ઑફ હતો. પોલીસે કોલ ડિટેલ્સને આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે યુવકનો ફોન જપ્ત કર્યો, કોલ ડિટેલ તપાસશે:યુવક ભાવનગરથી 215 કિમી દૂર વડોદરા આવી ગીતા લોજના ત્રીજા માળેથી કૂદી ગયો
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
