જોધપુરમાં વિશ્વના શક્તિશાળી ફાઈટર પ્લેન ઉતર્યા:યુદ્ધાભ્યાસ ‘તરંગ શક્તિ-2026’ શરૂ; 8 દેશોના 3 હજારથી વધુ એર વૉરિયર્સ ભાગ લઈ રહ્યા છે

📅 Published: September 26, 2026 | 📂 Category: International

જોધપુરના આકાશમાં આજે દુનિયાના શક્તિશાળી ફાઈટર પ્લેનોએ ઉડાન ભરી. યુદ્ધાભ્યાસ ‘તરંગ શક્તિ-2026’ શનિવારથી શરૂ થયો છે. 12 ઓક્ટોબર સુધી જોધપુર એરબેઝ પર ચાલનારા આ યુદ્ધાભ્યાસમાં ભારત સહિત 8 દેશોની એરફોર્સના જવાનો ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસમાં સામેલ થવા માટે 32 નિરીક્ષકો અને આશરે 100 વિમાન અહીં પહોંચ્યાં છે. તેમાં 3,000થી વધુ એર વૉરિયર્સ ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને રાફેલ, તેજસ, સુખોઈ 30 એમકેઆઈ, પાંચમી પેઢીનું એફ-35, એફ-16 અને હવામાં ઈંધણ ભરતાં વિમાન (એર-ટુ-એર રિફ્યુઅલર) સહિત અનેક વિમાનો એકસાથે પોતાની ઓપરેશનલ ક્ષમતાનું પ્રદર્શન કરશે. યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેના ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી લર્નિંગનો અભ્યાસ કરશે. આ આંતરરાષ્ટ્રીય એક્સરસાઈઝમાં જોધપુર સહિત પશ્ચિમ સરહદના 4-5 એરબેઝ સામેલ હશે. અહીંથી આ વિમાનો પોતાની કામગીરી અનુસાર હવામાં ઉડાન ભરીને નિશાનને નષ્ટ કરશે. જુઓ તરંગ શક્તિ-2026ના PHOTOS… જાણો- કયા કયા દેશો સામેલ થઈ રહ્યા છે… ફ્રાન્સના ડેપ્યુટી કમાન્ડરે કહ્યું- તરંગ શક્તિ અમારા માટે મહત્વપૂર્ણ ફ્રાન્સની હવાઈ સંરક્ષણ અને હવાઈ કામગીરી કમાન્ડના ડેપ્યુટી કમાન્ડર જુલિયન સાબેને કહ્યું- આ યુદ્ધાભ્યાસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે અમે સમયસર અહીં પહોંચવા માટે દુનિયાના બીજા છેડેથી આવ્યા છીએ. અમારા પેગાસસ 26 મિશન હેઠળ અમે દુનિયાના બીજા ખૂણેથી ચાર ફાઈટર પ્લેન અહીં લાવ્યા છીએ. ભારત, ફ્રાન્સનો અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમે એ દર્શાવવા માગીએ છીએ કે અમારા ભાગીદાર સાથે ખભેખભો મિલાવીને કામ કરવા માટે અમે કેટલા પ્રતિબદ્ધ છીએ. ભારતીય વાયુસેના સાથે મળીને કામ કરવા માટે અમારી પાસે કુલ સાત રાફેલ વિમાનો હશે. ભારત તરફથી ફ્રાન્સ પાસેથી 114 રાફેલ વિમાનો ખરીદવાની ચર્ચા અંગે તેમણે કહ્યું- અમને ખૂબ ખુશી છે કે તેઓ ફ્રેન્ચ વાયુ સેનાથી ખરીદી કરી રહ્યા છે. અમારી યોજના શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવાની છે. અમે ભારતીય રાફેલ વિમાનો સાથે મળીને કામ કરવા માટે સંપૂર્ણપણે ઉત્સુક છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *