પાકિસ્તાનમાં શનિવારે આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત થયા. વિસ્ફોટમાં આશરે 30 લોકો ઘાયલ થયા છે. હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં પોલીસ ચોકી પર થયો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વિસ્ફોટના થોડા સમય બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ નિવેદન જાહરે કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. TTP અને અફઘાન તાલિબાન અલગ-અલગ સંગઠનો છે, પરંતુ બંને વચ્ચે ગાઢ સંબંધો છે. પાકિસ્તાનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 990 આતંકવાદી ઘટનાઓ બની છે. તેમાં 1,129 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પોલીસ ચોકી પર થયેલા વિસ્ફોટની 4 તસવીરો… તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સરકારની વિરુદ્ધ છે 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો હતો. તેનાથી TTP નારાજ થઈ ગયું, તે તેને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTPનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેની વિરુદ્ધ હુમલા કરે છે. TTPનું અફઘાન તાલિબાન સાથે ગાઢ જોડાણ છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને TTPને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા હતા. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી પાકિસ્તાને ગુરુવારે અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાડે જણાવ્યું કે આ હુમલા અફઘાનિસ્તાન તરફથી એક દિવસ પહેલાં કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે. તરાડના જણાવ્યા અનુસાર, આ 10 સ્થળોનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા અને તેમને રાખવા માટે કરવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઠેકાણાઓની ઓળખ કરવામાં આવી અને ચોક્કસ રીતે હુમલાઓને અંજામ આપવામાં આવ્યો. 5 દિવસ પહેલાં પણ એરસ્ટ્રાઈક થઈ હતી સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા. બીજી તરફ, અફઘાન અધિકારીઓએ કહ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 3 નાગરિકોનાં મોત થયાં અને 4 લોકો ઘાયલ થયા. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ બુર્કિના ફાસો બાદ પાકિસ્તાન દુનિયાનો બીજો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ બની ગયો છે, જ્યારે 2024માં તે ચોથા ક્રમે હતું. ———————- આ સમાચાર પણ વાંચો: 20 કલાક સામસામે ગોળીબાર અને લાશોનો ઢગલો:પાકિસ્તાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 8 આતંકીનો સફાયો; ગઈકાલે વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને મસ્જિદમાં ઘૂસ્યા’તા પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કોહાટમાં સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે 20 કલાક સુધી અથડામણ ચાલી. શનિવારે પ્રાંતની પોલીસે જણાવ્યું કે ઓપરેશનમાં 8 ઉગ્રવાદીઓ માર્યા ગયા અને આ સાથે અથડામણનો અંત આવ્યો. આ એ જ ઉગ્રવાદીઓ હતા, જેમણે એક દિવસ પહેલાં વિસ્ફોટકોથી ભરેલી કાર પોલીસ પરિસરની મસ્જિદના ગેટ સાથે અથડાવી હતી અને ત્યારબાદ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાં 16 પોલીસકર્મીઓ છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત:30 ઘાયલ, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો, આ વર્ષે 900થી વધુ આતંકી હુમલા
📅 Published: September 26, 2026 |
📂 Category: International
