Ahmedabad: વટવામાં GIDC તરફ્ જતા રોડ પર ગટરના કામ બાદ બેરિકેડ હટાવવાનું ભૂલી ગયું તંત્ર

📅 Published: September 26, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વટવા ખાતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વટવા GIDC તરફ્ જતા મુખ્ય માર્ગ પર ગટરલાઈન ના સમારકામ બાદ તંત્ર દ્વારા મૂકવામાં આવેલા બેરિકેટ્સ હટાવવાનું ભૂલી જતાં વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે વટવા GIDC તરફ્ જતા રોડ પર ગટરનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. કામ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે અને ટ્રાફ્કિને ડાયવર્ટ કરવા માટે રસ્તા પર મોટા બેરિકેટ્સ મૂકવામાં આવ્યા હતા. જોકે, ગટરનું કામ પૂર્ણ થઈ ગયાને દિવસો વીતી ગયા હોવા છતાં, સંબંધિત કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા આ બેરિકેટ્સ દૂર કરવાની તસ્દી લેવામાં આવી નથી.

વટવા GIDC વિસ્તાર હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો, માલસામાન ભરેલા ટ્રકો તેમજ નોકરીયાતો પસાર થાય છે. રસ્તા પર બેરિકેટ્સ પડયા હોવાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જેના લીધે ખાસ કરીને પીક અવર્સ (સવાર અને સાંજના સમયે) ભારે ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે. શહેરના વેસ્ટ અને ઇસ્ટ બંને ઝોનના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આ સમસ્યા વકરી છે. ઘણી જગ્યાએ AMC કે અન્ય એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે. કામ પૂરું થયા પછીમાટી પુરાણ કે રી-સરફેસિંગનું કામ બાકી રાખીને કોન્ટ્રાક્ટરો ચાલ્યા જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *