કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ₹1542 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપશે, સાબરમતી-સરખેજ 21 કિમી રેલ લાઇનના ડબલિંગનું ખાતમુહૂર્ત કરશે

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે સાબરમતી ખાતે ₹1542 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શુભારંભ કરાવશે. દેશની સૌપ્રથમ LNG ટ્રેન અને WAG-12 જાળવણી શેડનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત સાબરમતી સ્ટેશન વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ મંડળમાં ₹411 કરોડના ખર્ચે 404 કિમીના રૂટને સ્વદેશી પ્રણાલીથી સજ્જ કરવામાં આવ્યો છે. તેમાં અમદાવાદ-પાલનપુરનો 157 કિમી અને અમદાવાદ-સામખિયાળીનો 247 કિમીનો રૂટ સામેલ છે, જ્યારે કવચ સિસ્ટમ ટ્રેનોની સ્પીડ નિયંત્રિત કરવા અને આગળની ટ્રેનો સાથે થતા અકસ્માતોના જોખમને ઘટાડવામાં મદદ કરશે. સાબરમતી-કલોલ-ભાંડુ મોટા દાઉ, સાબરમતી-સાણંદ, જખવાડા સેક્શનમાં કુલ 112.57 કિમી લાઈન પર ₹118.83 કરોડના ખર્ચે ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ શરૂ થશે. આ સિસ્ટમથી ટ્રેનો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવા ઉપરાંત રેલ લાઈનની ક્ષમતા વધારવામાં મદદ મળશે. તેમજ સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં 1400 HP ક્ષમતાવાળી બે ટ્રેનોની DPCને ડીઝલ+LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બંને DPC પર 2000 કિમીથી વધુનું ટ્રાયલ પૂર્ણ
ડીઝલના સ્થાને આશરે 40% સુધી LNGનો ઉપયોગ થઈ રહ્યો છે. બંને DPC પર 2000 કિમીથી વધુનું ટ્રાયલ પૂર્ણ થયું છે. LNGથી ઈંધણ ખર્ચ અને પાર્ટિક્યુલેટ મેટરના ઉત્સર્જનમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જ્યારે સાબરમતી લોકમોટિવ શેડને 300 WAG-12 HHP ઇલેક્ટ્રિક લોકોમોટિવના હોમિંગ અને જાળવણી માટે આશરે ₹700 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. સાબરમતી-સરખેજ રેલ લાઇન ડબલિંગનો શિલાન્યાસ
હાલમાં 154 WAG-12 લોકોમોટિવનું હોમિંગ થઈ ચૂક્યું છે, જ્યારે 2027-28 સુધીમાં કુલ 300 લોકોમોટિવ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે. આશરે 12,000 HP ક્ષમતાવાળા આ લોકોમોટિવ ભારે અને લાંબી માલગાડીઓ માટે ઉપયોગી છે, તેમજ ₹313.27 કરોડના ખર્ચે 21 કિમી લાંબા સાબરમતી-સરખેજ રેલ લાઇન ડબલિંગની પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે. માર્ચ 2028 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. પરિયોજનામાં સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે, જ્યારે શેલામાં આચાર્ય પદ્મ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના 92માં જન્મદિવસના કાર્યક્રમમાં હાજરી આપશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *