કુકમામાં જુગારધામ પર LCBનો દરોડો, 15 શખ્સો ઝડપાયા:₹71,500 રોકડ અને 15 મોબાઈલ સહિત ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. દરોડાની કામગીરી દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની કામગીરી દરમિયાન કુલ 15 શખ્સો ઝડપાયા હતા. જેમાં કુકમા વચલી શેરીના 37 વર્ષીય લીનશે મણીલાલભાઈ ટાંક, કુકમાના 34 વર્ષીય દિપક ખીમગરભાઈ ગુસાઈ, માનકુવાના જુનાવાસના 44 વર્ષીય આરીફ જુસબભાઈ ચાકી, કુકમાના દાતાપીર વિસ્તારના 37 વર્ષીય રાજેશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને મોટાચોકના 30 વર્ષીય હાર્દીક કાનજીભાઈ ખુંગલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુકમાના મહેશ્વરીવાસના 58 વર્ષીય ગોપાલ કેશવજીભાઈ મહેશ્વરી, આત્મારામ સર્કલ પાસે રામનગરી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય વિનોદ મદનભાઈ દાતણીયા, કુકમાના વૈભવનગરના 24 વર્ષીય સીરાજ સીધીકભાઈ ચાકી, નવાવાસના 30 વર્ષીય ગુલામ સીદીકભાઈ કેવર અને રબારીવાસના 38 વર્ષીય સુલેમાન ભચુભાઈ કકલને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં કુકમાની મોટીશેરીના 21 વર્ષીય હર્શીલ યોગેશભાઈ વાધેલા, બળદિયાના 36 વર્ષીય ડેનીશ ચેતનભાઈ બુધ્ધભટી, ભુતેશ્વર વિસ્તારના 36 વર્ષીય હનીફ અલીમામદ કકલ, કુકમાના વૈભવનગરના 28 વર્ષીય જીતુ જેન્તીલાલ સોલંકી અને મોટીશેરીના 24 વર્ષીય પ્રગ્નેશ મુકેશભાઈ પરમાર પણ ઝડપાયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા ₹71,500, બે ધાણીપાસા અને 15 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત ₹75,000 હોવાનું જણાવાયું છે, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, રોકડ અને મોબાઈલ ફોનની કિંમત સહિત કુલ ₹1,46,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીને પગલે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *