Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર પ્રહાર; "પોતે જીતે ત્યારે બધું બરાબર, હારે ત્યારે 'વોટ ચોરી'નો રાગ આલાપે છે"

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે એક અગત્યની પત્રકાર પરિષદ સંબોધીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ દ્વારા ઇલેક્શન કમિશન પર કરવામાં આવેલા આક્ષેપોની કડક શબ્દોમાં નિંદા કરી છે. સીએમ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે જ્યાં સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતાથી ચૂંટણીઓ યોજવામાં આવે છે. કમનસીબીની વાત એ છે કે, જે કોંગ્રેસે પોતાના ભૂતકાળના શાસનકાળ દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, તે જ પક્ષ આજે સ્વાયત્ત બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર પ્રહાર

ચૂંટણી પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક યોગ્ય નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ 6 ને યોગ્ય ઠેરવ્યું છે, જ્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી સમીક્ષા પ્રક્રિયા અંગે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. પંચના અધિકારીઓ વચ્ચે મતમતાંતર હોવાના વિપક્ષના આક્ષેપોને બેબુનિયાદ ગણાવતા તેમણે ઉમેર્યું કે, ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે ‘SIR’ સહિતના તમામ નિર્ણયો એકસૂત્રતાથી અને સંયુક્ત રીતે જ લેવામાં આવ્યા છે. વિપક્ષ માત્ર સોશિયલ મીડિયા અને મીડિયામાં છવાયેલા રહેવા માટે જ આવા ગતિરોધ ઉભા કરી રહ્યો છે.

લોકતંત્રની ગરિમા જાળવવા હાકલ

કોંગ્રેસના બેવડા વલણ પર પ્રહાર કરતા સીએમ પટેલે કહ્યું હતું કે, વિપક્ષ પોતે જિંતે ત્યારે ચૂંટણી પ્રક્રિયા બરાબર લાગે છે, પરંતુ જ્યારે દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જનાદેશ આપે છે ત્યારે ‘વોટ ચોરી’ના જૂઠા રાગ આલાપવામાં આવે છે. નરેન્દ્રભાઈના જાહેર જીવનના ૨૫ વર્ષની સફળ ઉજવણી અને દેશના 7.8 ટકાના આર્થિક ગ્રોથ રેટને કોંગ્રેસ પચાવી શકતી નથી. દેશની સ્માર્ટ જનતા કોંગ્રેસના આ રાજકીય કારસાને ક્યારેય ફાવવા નહીં દે. લોકતંત્રની વિશ્વસનીયતા જાળવી રાખવી એ દેશના દરેક નાગરિક અને પક્ષનું સામૂહિક કર્તવ્ય છે.

આ પણ વાંચો:Gujarat Weather News : રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ગરમીમાં વધારો, જાણો ક્યાં સુધી વરસાદની શકયતાઓ છે?



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *