Virat Kohliની સિદ્ધિ, 28 વર્ષ જૂનો અજહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

📅 Published: September 27, 2026 | 📂 Category: cricket

વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં વાપસી સાથે જ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તિરુવનંતપુરમમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.વિરાટ કોહલી હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયા છે. 3 મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં રમવા ઉતરતાની સાથે જ તેમણે આ સિદ્ધિ મેળવી છે.

કોહલી 44 મેચ રમી 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ વનડે રમાઈ રહી છે. આ વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીની 44મી વનડે મેચ છે.આ પહેલાં ભારત તરફથી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વનડે રમવાનો રેકોર્ડ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો. અઝહરુદ્દીને કેરેબિયન ટીમ સામે કુલ 43 વનડે મેચ રમી હતી. હવે કોહલી 44 મેચ સાથે આ યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વનડે રમનારા ભારતીય

Virat Kohli Record

હવે ચંદ્રપોલના રેકોર્ડ પર નજર

વિરાટ કોહલી પાસે આ શ્રેણીમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન શિવનારાયણ ચંદ્રપોલના નામે છે.ચંદ્રપોલે 1994થી 2009 દરમિયાન ભારત સામે 46 વનડે મેચ રમી હતી. જો વિરાટ કોહલી વર્તમાન શ્રેણીની ત્રણેય મેચમાં મેદાન પર ઉતરે છે તો તેઓ ચંદ્રપોલના આ રેકોર્ડની બરાબરી કરી લેશે.જોકે,વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વનડે રમનારા ખેલાડીઓની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ અને વસીમ અકરમ સંયુક્ત રીતે ટોચ પર છે. બંનેએ કેરેબિયન ટીમ સામે 64-64 વનડે મેચ રમી છે.

સદી સાથે વધુ એક મોટો ઈતિહાસ રચશે 

વિરાટ કોહલી માટે આ મેચ માત્ર રેકોર્ડ તોડવા પૂરતી નથી. તેમની પાસે બેટિંગમાં પણ મોટો ઈતિહાસ રચવાની તક છે.વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલી અત્યાર સુધી 9 વનડે સદી ફટકારી ચૂક્યા છે. જો પ્રથમ વનડેમાં તેમના બેટમાંથી સદી આવે છે તો તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 10 સદી ફટકારનારા ક્રિકેટ ઈતિહાસના પ્રથમ બેટર બની જશે.આ ઉપરાંત કોહલીની નજર વનડેમાં 15,000 રન પૂરા કરવા પર પણ છે. તેઓ આ આંકડાથી માત્ર 59 રન દૂર છે. તેમના નામે 314 વનડે મેચમાં 14,941 રન નોંધાયેલા છે.જો કોહલી પ્રથમ વનડેમાં 59 રન બનાવી લે છે તો તેઓ વનડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનારા વિશ્વના માત્ર બીજા બેટર બની જશે. આ સિદ્ધિ અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરના નામે છે.એટલે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ વિરાટ કોહલી માટે એકસાથે અનેક રેકોર્ડની તક લઈને આવી છે. અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી ચૂકેલા કોહલી હવે બેટિંગમાં પણ ઈતિહાસ રચવાની નજીક છે.

આ પણ વાંચો – Ben Stokes માટે નિવૃત્તિ પછી પણ PSLમાં રમવું મુશ્કેલ, ECB બની શકે મોટો અવરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *