જૂનાગઢના નવાબી કાળના ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ખાતે પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉપલબ્ધ છે, ત્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ વધુ જોવા મળતી હોવાથી સમગ્ર દેશની સાથે અહીં પણ ‘બિગ બટરફ્લાય મંથ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગિયાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને તેના મહત્વ તેમજ સંરક્ષણ અંગે જાણકારી મળે તેવા મુખ્ય હેતુથી સક્કરબાગ ઝૂ ખાતે ખાસ ‘બટરફ્લાય વૉક’ અને ‘વોક વિથ બટરફ્લાય’ ટ્રેલનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા ‘સેવા સંકલ્પ’ મહિના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વન્ય પ્રેમીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘સપ્ટેમ્બરમાં આબોહવા અનુકૂળ હોવાથી બિગ બટરફ્લાય મંથ મનાવાય છે’
સક્કરબાગ ઝૂના ડિરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાની આબોહવા પતંગિયાઓ માટે અનુકૂળ હોવાથી આ મહિનો બિગ બટરફ્લાય મંથ તરીકે મનાવાય છે. આ વૉક દરમિયાન આશરે 60 જેટલા સહભાગીઓએ પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવ્યો હતો અને જંગલ વિસ્તારમાં ગાઈડ સાથે ફરીને પતંગિયાઓની અદભુત દુનિયાનો અનુભવ મેળવ્યો હતો. આકર્ષક પતંગિયાઓ જોઈને ફ્લોરેન્સ દંગ રહી ગયો
ફ્લોરેન્સ રાખશીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આપણે મૂવીઝ કે વીડિયોમાં પતંગિયાઓને જોઈએ છીએ, પરંતુ સક્કરબાગ ઝૂના જંગલ વિસ્તારમાં રૂબરૂ આવીને પતંગિયાઓનું પરાગનયન (પૉલિનેશન), તેમની ઉડવાની રીત અને જીવનશૈલીને નજીકથી જોવાનો લહાવો મળ્યો હતો. આ વૉક દરમિયાન બેરોનેટ, વ્હાઇટ અબ અને લેમન ગ્રાસ જેવા આકર્ષક પતંગિયાઓ જોવા મળ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરિવાર સાથે ઝૂની મુલાકાત તો સામાન્ય છે, પરંતુ નિષ્ણાત ગાઈડ સાથે જંગલ વિસ્તારમાં ફરવાથી પતંગિયાઓ વિશેનું સાચું, ઊંડું અને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે ખૂબ જ રોચક અને ઉપયોગી સાબિત થાય છે.
સક્કરબાગ ઝૂ ખાતે 'બટરફ્લાય વૉક' યોજાઈ:'બિગ બટરફ્લાય મંથ' નિમિત્તે પ્રકૃતિ પ્રેમીઓએ પતંગિયાઓની પ્રજાતિઓ અને જીવનશૈલીને નજીકથી નિહાળી
📅 Published: September 27, 2026 |
📂 Category: gujarati-news
