રાજકોટ જિલ્લાના જસદણથી એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જસદણની ખાનપર ચોકડી નજીક પુરઝડપે આવી રહેલી બે બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર રોડ પર ફંગોળાઈને જોરભેર નીચે પટકાયા હતા. આ અચાનક બનેલી ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
માથાના ભાગે ગંભીર ઈજા, સ્થાનિકોએ માનવતા દાખવી
આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા એક વાહનચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેની હાલત નાજુક બની હતી. ઘટના સ્થળે હાજર રહેલા સતર્ક સ્થાનિક લોકોએ તાત્કાલિક માનવતા દાખવી હતી અને સમય બગાડ્યા વગર ઇજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમયસર મદદ મળવાથી મોટો અનર્થ ટળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
<a href="
==” target=”_blank”>
==
અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ
જસદણ ખાનપર ચોકડી પાસે બનેલી આ અકસ્માતની આખી ઘટના ત્યાં નજીકમાં જ લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. બંને બાઈક કઈ રીતે સામસામે આવી અને ટક્કર થઈ તેના દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે. આ વીડિયોના આધારે અકસ્માત કઈ ભૂલના કારણે સર્જાયો હતો તેની સ્પષ્ટતા થઈ શકશે.

જસદણ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ સ્ટેશનની ટીમ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ મેળવીને પોલીસે બંને વાહનોની ગતિ અને અકસ્માત માટે જવાબદાર પરિબળોની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: LNG Train Explainer: ભારતની પહેલી એલએનજી ટ્રેન શરૂ, જાણો ફીચર્સ અને ફાયદા
