Ahmedabad: વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રસિકોને સરળ અને સીધી એન્ટ્રી મળે તે માટે ડિજિટલ ટોકન સિસ્ટમ અમલી કરાઈ

📅 Published: September 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત થતા પ્રખ્યાત ‘વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં આ વખતે ઓનલાઇન પાસ અને એન્ટ્રી ચાર્જ લાગુ કરવા અંગે સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભૂતકાળમાં નાગરિકો માટે બિલકુલ વિનામૂલ્યે (ફ્રી) રહેલી પ્રવેશ પ્રક્રિયા સામે આ વર્ષે બુકિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાના વિપક્ષના આક્ષેપો સામે તેમણે ખુલાસો કર્યો હતો કે, ઓનલાઇન મૂકવામાં આવેલા આ પાસ કોઈ કમાણી માટે નહીં પરંતુ માત્ર વ્યવસ્થા જાળવવા માટે મૂકાયેલા ‘ટોકન’ છે.

ગરબા રસિકોને સીધી અને સરળ એન્ટ્રી આપવાનો હેતુ

હર્ષ સંઘવીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ પૂરતી માહિતી અને નીતિ વાંચી જ નથી અને અડધી-પડધી વિગતો સાથે ભ્રમ ફેલાવી રહ્યા છે. રૂ. 100 કે 200 જેવા સામાન્ય ટોકન દરે લોકો ઘેરબેઠા ઓનલાઇન પાસ બુક કરાવી શકે તેવું સુચારુ આયોજન કરાયું છે. આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય આશય એ છે કે ગરબા જોવા આવતા નાગરિકોને સ્થળ પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું ન પડે અને તેમને સુરક્ષિત તથા સરળતાથી ગ્રાઉન્ડમાં સીધી એન્ટ્રી મળી રહે.

સામાન્ય વર્ગ અને જરૂરિયાતમંદ લોકોની ચિંતા

સરકારી ગરબામાં સામાન્ય વર્ગ અને જરૂરિયાતમંદ લોકોની ચિંતા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર તમામ વર્ગોનું ધ્યાન રાખી રહી છે. દિવ્યાંગ નાગરિકો તથા દૂર-દૂરના ગામડાઓમાંથી આ વાઇબ્રન્ટ મહોત્સવ જોવા ઈચ્છતા લોકોને લાવવા અને લઈ જવા માટે સ્થાનિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ પરિવહન અને પ્રવેશનું સુંદર આયોજન કરવામાં આવશે. આથી કોઈપણ ગરીબ કે દિવ્યાંગ વ્યક્તિ નવરાત્રિના આ ભવ્ય ઉત્સવથી વંચિત નહીં રહે.

આ પણ વાંચો: Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર પ્રહાર; “પોતે જીતે ત્યારે બધું બરાબર, હારે ત્યારે ‘વોટ ચોરી’નો રાગ આલાપે છે”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *