સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનું રેક સુરત પહોંચ્યું:સુરતની પહેલી વંદે ભારત ટ્રેનનું 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન, 3 ઓક્ટોબરથી નિયમિત દોડશે

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

સુરતીઓ માટે વંદે ભારત એક્સપ્રેસની આતુરતાપૂર્વકની રાહ આખરે પૂરી થઈ છે. સુરત–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું અદ્યતન રેક સુરત આવી પહોંચ્યું છે. આ સાથે જ પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવસોમાં ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોચિંગ યાર્ડના પિટ-1માં ટેકનિકલ તપાસ તેજ
ટ્રેન નંબર 26903નું રેક સુરત આવતાની સાથે જ તેને સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા કોચિંગ યાર્ડના પિટ-1માં લઈ જવામાં આવ્યું છે. અહીં રેલવેના ટેકનિકલ અને મિકેનિકલ સ્ટાફ દ્વારા ટ્રેનનું ફાઇનલ ઇન્સ્પેક્શન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને સલામતી સંબંધી તમામ જરૂરી પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યા છે. 2 ઓક્ટોબરના રોજ સુરતથી આ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન રન થશે અને 3 ઓક્ટોબરથી મુસાફરો માટે નિયમિત સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેઈન્ટેનન્સ અંગે 11 જેટલા પ્રશ્નો અને પડકારોની રજૂઆત
રેલવે બોર્ડે ગત 31 ઓગસ્ટે ટ્રેન નંબર 26903/04 સુરત–ઉદયપુર–સુરત વંદે ભારતને લીલી ઝંડી આપી હતી. જોકે, આ મંજૂરી બાદ પશ્ચિમ રેલવેના મિકેનિકલ વિભાગે સુરતમાં ટ્રેનના મેઈન્ટેનન્સ અંગે 11 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો અને પડકારો રજૂ કર્યા હતા. તેમાં કવર્ડ પિટ, રૂફ વર્કિંગ પ્લેટફોર્મ, 650 વોલ્ટ પાવર સપ્લાય, સેન્ટ્રલાઇઝ્ડ કોમ્પ્રેસ્ડ એર, બોગી ડ્રોપ, વ્હીલ લેથ, સ્પેરપાર્ટ્સ અને સ્ટાફની તંગી જેવી સુવિધાઓનો અભાવ મુખ્ય હતો. ત્યારબાદ સુરત કોચિંગ ડિપોમાં નવેસરથી ફિઝિબિલિટી સર્વે કરવામાં આવ્યો હતો. મંગળવારે ઉદયપુરમાં ડિટેઇલિંગ થશે
સુરતમાં સુવિધાઓની મર્યાદા વચ્ચે રેલવે તંત્ર દ્વારા એક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા મુજબ, વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે અને દર મંગળવારે તેનું સંચાલન બંધ રહેશે. મંગળવારના આ નોન-ઓપરેશનલ દિવસે ઉદેપુર ખાતે ટ્રેનનું સાપ્તાહિક ડિટેઇલ મેઈન્ટેનન્સ હાથ ધરાશે. બાકીના દિવસોમાં સુરતમાં પ્રાથમિક તપાસ અને દૈનિક જાળવણી કરવામાં આવશે. આગામી સમયમાં સુરત ખાતે વંદે ભારત માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું પણ આયોજન છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *