Valsad: વલસાડમાં નશામાં ધૂત ચાલકે કાર દુકાનના ઓટલા ઉપર ચઢાવી દીધી

📅 Published: September 27, 2026 | 📂 Category: Valsad

વલસાડના સ્ટેડિયમ રોડ પાસેથી શનિવારે રાત્રે દારૂના નશામાં ઘ્રુત કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ તેની કાર દુકાનના ઓટલા ઉપર ચઢાવીને અકસ્માત સર્જ્યો હતો. ઘટના સમયે કોઈ હાજર નહિ હોવાથી, ઇજાનો બનાવ ટળ્યો હતો. જો કે, પોલીસે સ્થળ પરથી ફરાર થઇ ગયેલા કારચાલક સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના સ્ટેડિયમ રોડ ઉપરથી શનિવારે રાત્રે આશરે 12:30 વાગ્યે દારૂના નશામાં ધૂત કાર નંબર જીજે 15 સીક્યુ 4443નો ચાલક સ્ટેડિયમ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સ્ટેડિયમ રોડ સામે આવેલા અકબરઅલી રસૂલજી એન્ડ સન્સ નામની હાર્ડવેરની દુકાનના ઓટલા પર ચઢીને દિવાલ સાથે અથડાઈ પડી હતી. દરમિયાન અકસ્માતગ્રસ્ત કારની એરબેગ ખુલી જતા, કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના મોડી રાત્રે બની હતી. આ સ્થળે કોઈ પણ હાજર નહિ હોવાથી ઇજાનો કોઈ બનાવ નોંધાયો ન હતો. સ્થળ પર દોડી આવેલા લોકોએ દારૂના નશામાં ભાન ભૂલેલા કારના ચાલકને કારની બહાર કાઢયો હતો. પોલીસ પહોંચે તે પહેલા કારના ચાલકે અકસ્માતગ્રસ્ત કારને પણ ખસેડી લીધી હતી. અકસ્માતની આ ઘટના નજીકમાં આવેલી દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. દારૂના નશામાં ઘ્રુત કારચાલક એક મેડિકલ સ્ટોરનું સંચાલન કરતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જે બાબતે સિટી પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *