Surat: ડુમસ બીચ પર ફરવા ગયેલા ઉધનાના ચાર મિત્રો પૈકી બે દરિયામાં ડૂબી ગયા

📅 Published: September 27, 2026 | 📂 Category: Surat

ડુમસ બીચ પર ફરી એકવાર ડૂબી જવાની ઘટના સામે આવી છે. ઉધના-ભાઠેનામાંથી 4 મિત્ર ડુમસ ફરવા ગયા હતા, જેમાંથી બે યુવક ગણેશ મંદિર પાછળના દરિયામાં નહાવા ઉતર્યા હતા. દરમિયાન ભરતીને પગલે બંને ઊંડા પાણીમાં તણાય ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી દરમિયાન ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઉધના રોડ નંબર 12 વિસ્તારમાં રહેતા 15થી 20 વર્ષની ઉંમરના ચાર મિત્રો રવિવારે સાંજના સમયે ડુમસ ફરવા માટે ગયા હતા. ચારેય મિત્ર ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન આશરે 15 વર્ષિય રેહાન કુરેશી અને તેનો મિત્ર ઈકબાલ શેખ ગણેશ મંદિરના પાછળના ભાગે દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. બંને યુવક દરિયામાં હતા, ત્યારે ભરતીને પગલે ઊંડા પાણી તરફ તણાયા ગયા હતા. બંને યુવકોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક લોકોનું ધ્યાન તેમની તરફ્ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરિયાની ભરતી અને ઊંડા પાણીના કારણે બંને યુવકોનો કોઈ પત્તો લાગી શક્યો નહોતો. બીજી તરફ બંનેના અન્ય મિત્રો કિનારે જ હાજર હતા. પોતાના મિત્રો દરિયામાં ગરકાવ થતાં સમગ્ર ઘટનાને પગલે તેઓ ગભરાય ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ડુમસ બીચ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ લાઈફ જેકેટ અને રિંગની મદદથી દરિયામાં ઉતરી બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી બંને યુવકોની શોધખોળની કામગીરી કરવામાં આવી હોવા છતા કોઈ ભાળ મળી નહતી. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તેમના પરીવાર જનોનો સંપર્ક હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *