Ahmedabad: વર્ષ 2030માં ટ્રેનોના સંચાલનમાં ડીઝલનો વપરાશ હવે ઝીરો કરી દેવાશે : અમિત શાહ

📅 Published: September 27, 2026 | 📂 Category: Ahmedabad

સાબરમતી રેલવે સ્ટેશને રવિવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારતની પ્રથમ સીએનજી સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. સાથે જ રૂ.700 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડબલ્યુએજી-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ, 122.57 કિ.મી. રેલખંડમાં સ્વચાલિત સિગ્નલિંગનું લોકાર્પણ અને 404 કિ.મી.માં સ્વદેશી ‘કવચ’ સિસ્ટમના કામનો શિલાન્યાસ કર્યો હતો. સાબરમતી-સરખેજ રેલવે લાઇનના ડબલિંગનું પણ ખાતુહૂર્ત કરાયું હતું.

અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે 80ના દાયકામાં સાબરમતી સ્ટેશનેથી રિક્ષા લેવા માટે 2 કિ.મી. દૂર જવું પડતું હતું. હાલ ચાલીને એસ.ટી. સ્ટેન્ડ, મેટ્રો, બુલેટ ટ્રેન સુધી જઈ શકાય તેવી સ્થિતિ છે. ડબલ્યુએજી-12 લોકોમોટિવ 12,000 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે, જે 600 ટ્રકો જેટલો માલ એક જ એન્જિન ઉઠાવી શકે છે. વર્ષ 2015-16માં 293 કરોડ લિટર ડીઝલનો ટ્રેનોમાં વપરાશ હતો, જે હવે ઘટીને માત્ર 108 કરોડ લિટર થયો છે. વર્ષ 2030 સુધીમાં તેને ઝીરો કરવાનું લક્ષ્ય છે, જેથી વિદેશી હૂંડિયામણ બચશે. ભારતમાં ઇલેક્ટ્રિફ્કિેશનની કામગીરી 100 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે વિશ્વમાં નજર કરીએ તો ચીનમાં 92 ટકા, સ્પેનમાં 68 ટકા, ફ્રાન્સમાં 60 ટકા, બ્રિટનમાં 39 ટકા જ કામગીરી થઈ છે. એકમાત્ર સ્વીડનમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ ભારત તેના કરતાં 10 ગણો મોટો દેશ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *