Ahmedabad: દીવા તળે અંધારું: દરિયાપુર હેલ્થ સેન્ટરમાં તંત્રની ઘોર બેદરકારી, આરોગ્ય ધામ અસ્વચ્છ

📅 Published: September 27, 2026 | 📂 Category: Ahmedabad

વોશરૂમમાં વર્ષોથી સફાઈ તો થઈ જ નથી, સાથે વપરાશના પાણીનું એક ટીપું પણ ઉપલબ્ધ નથી. નવાઈની વાત તો એ છે કે, હેલ્થ સેન્ટરના કમ્પાઉન્ડમાં ઊંચાઈ પર પાણીની ત્રણ-ત્રણ ટાંકીઓ ગોઠવાયેલી હોવા છતાં, હાલમાં તંત્રના વાંકે શૌચાલય સુધી પાણી પહોંચતું નથી.

બીજી તરફ્, સ્ટાફ્ માટેના વોશરૂમને તાળાં મારીને અનામત રાખી દેવાયા છે, જ્યારે પ્રાથમિક સુવિધા માટે તરસતી સામાન્ય જનતા કે જે નિયમિત વેરો ભરે છે, તેને આવી અમાનવીય સ્થિતિ ભોગવવી પડી રહી છે. એક તરફ્ આરોગ્ય વિભાગ શહેરભરમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળા સામે જાગૃતિના મોટા-મોટા સંદેશાઓ અને બોર્ડ લગાવે છે, ત્યારે બીજી તરફ્ પોતાના જ પ્રાંગણમાં ગંદકી અને રોગચાળાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યું છે. ‘દીવા તળે અંધારું’ જેવી આ સ્થિતિ સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે માત્ર કાગળ પરની સૂચનાઓ છોડીને વોર્ડ સ્તરે રૂબરૂ મુલાકાત લેવી અનિવાર્ય બની ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *