Ahmedabad: નિકોલમાં રોડ પર ઉભી રહેતી લારીઓને લઈને ટ્રાફિક જામ : રાહદારીઓને હાલાકી

📅 Published: September 27, 2026 | 📂 Category: Ahmedabad

એક તરફ્ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધૂરું છોડાયેલું અથવા ધીમી ગતિએ ચાલતું ખોદકામ અને બીજી તરફ્ રોડ પર ગેરકાયદેસર અડિંગો જમાવીને ઊભેલી શાકભાજીની લારીઓએ સામાન્ય નાગરિકોનું જીવવું હરામ કરી દીધું છે. અડધો રોડ ખોદકામમાં અને અડધો રોડ લારીઓ ચાવી ગઈ!ઉત્તમનગર ચાર રસ્તાથી નિકોલ ગામ તરફ્ જતા રોડનો એક આખો ભાગ લાંબા સમયથી ખોદકામ ચાલતું હોવાને કારણે બંધ અથવા બિનઉપયોગી બન્યો છે. સ્વાભાવિક રીતે જ રસ્તાની પહોળાઈ અધી થઈ ગઈ છે, પરંતુ બાકી બચેલા અડધા રસ્તા પર શાકભાજીની લારીઓ અને ફેરિયાઓએ કબ્જો જમાવી લીધો છે. લારીઓ ખરીદવા આવતા ગ્રાહકો પોતાના વાહનો પણ રસ્તાની વચ્ચે જ પાર્ક કરી દે છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન અહીં કીડિયારું ઉભરાય તેવી સ્થિતિ સર્જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *