NSUI નિરમા યુનિવર્સિટીનો ઘેરાવ કરશે, બેનર-પોસ્ટર સાથે કરશે ધરણાં:'ટેક્નોફોરા' ઇવેન્ટમાં વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક મામલે તપાસ કમિટી સામે સમાધાન છતાં વિરોધ પ્રદર્શનની ચીમકી

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના એસ.જી. હાઈ-વે પર આવેલી ખ્યાતનામ નિરમા યુનિવર્સિટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થી સાથે કરેલી ગેરવર્તણૂકનો મામલો વધુ ગરમાયો છે. યુનિવર્સિટીમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર બોલાવી વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિદ્યાર્થી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા સંબંધિત પ્રોફેસર સામે કડક પગલાં ભરી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ સાથે જ યુનિવર્સિટીનો ઘેરાવ કરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્ટેજ પર બોલાવી વિદ્યાર્થીનો કોલર પકડ્યો
મળતી માહિતી મુજબ, નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન (EI) વિભાગના વિદ્યાર્થીઓ માટે ‘ટેક્નોફોરા’ નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેન્ડઅપ કૉમેડી શો ચાલી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. તે દરમિયાન સ્ટેજ પરથી વિભાગના એચઓડી (HOD) અને પ્રોફેસર એચ.કે. પટેલ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ સમયે પ્રેક્ષકગણમાં બેઠેલા એક વિદ્યાર્થીએ કોઈ કોમેન્ટ પાસ કરી હતી. આ સાંભળીને પ્રોફેસર એચ.કે. પટેલ અત્યંત ગુસ્સે ભરાયા હતા અને વિદ્યાર્થીને મંચ પર બોલાવી જાહેરમાં તેનો કોલર પકડીને ધમકાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય વિદ્યાર્થીઓએ મોબાઈલમાં કેદ કરી લેતાં તે વાયરલ થયો હતો. તપાસ કમિટી સમક્ષ બંને પક્ષે માફી માંગી
આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, તપાસ કમિટી સમક્ષ પ્રોફેસર અને વિદ્યાર્થી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પરસ્પર માફી માંગી લીધી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. પ્રોફેસર સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે
યુનિવર્સિટીના સમાધાનના દાવા છતાં વિદ્યાર્થી સંગઠન NSUI એ આ મુદ્દે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. NSUIના હોદ્દેદારોએ જણાવ્યું છે કે શિક્ષણના ધામમાં વિદ્યાર્થી સાથે આવું અમાનવીય અને અપમાનજનક વર્તન ક્યારેય ચલાવી લેવાય નહીં. સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં બેનરો અને પોસ્ટરો સાથે નિરમા યુનિવર્સિટીનો ઘેરાવ કરશે. જ્યાં સુધી પ્રોફેસર એચ.કે. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કેમ્પસમાં અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન યોજી આંદોલન ચાલુ રાખવામાં આવશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *