સુરેન્દ્રનગર BAPS મંદિરમાં 'યુવા પારાયણ ઝલક-2026'નું આયોજન:શહેરના યુવા મંડળોના પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર BAPS મંદિરમાં ‘યુવા પારાયણ ઝલક-2026’નું આયોજન કરાયું. યુવાનોમાં સંસ્કાર, ભક્તિ, સેવા અને સંયમ જેવા જીવનમૂલ્યો દૃઢ કરવાના હેતુથી આ કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણના ‘શ્રી હરિલીલામૃતમ્’ ગ્રંથ પર આધારિત હતો. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી નિર્માણાધીન BAPS નૂતન મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વિવિધ યુવા મંડળોમાં યોજાયેલા પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ. પ્રેરક વીડિયો અને સંવાદો દ્વારા યુવાનોને આધ્યાત્મિકતા અને સદાચારની પ્રેરણા મળી. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર યુવાનોનું સન્માન કરાયું. જેમાં ડો. ઉમંગ નાકિયાનો સમાવેશ થાય છે, જેમણે NEET PG-2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 772મો, ગુજરાતમાં 70મો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. અક્ષરપુરુષોત્તમ મંડપમ્ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમનો લાભ લેવા શહેરના યુવાનો અને હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધર્મચિંતન સ્વામી અને સંતો-કાર્યકરોએ તેને સફળ બનાવ્યો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *