સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની રેલી કલેક્ટર કચેરી પહેલાં અટકાવાઈ:મતદાર યાદીમાં પારદર્શિતા અને ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ, પોલીસ ભાજપના ઇશારે કરી રહ્યી છે કામના લાગ્યા આક્ષેપ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી અને ચૂંટણી પંચની કામગીરીમાં પારદર્શિતાની માંગ સાથે વિરોધ રેલીનું આયોજન કરાયું હતું. જોકે, રેલી કલેક્ટર કચેરી પહોંચે તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે મતદાર યાદી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી અંગે જવાબદારી તથા પારદર્શિતાની માંગ કરી હતી. આ જનઆંદોલન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માંગ કરાઈ હતી. રેલી રાજ ચોક ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શરૂ થવાની હતી. કોંગ્રેસના કાર્યકરો મતદાર અધિકારો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે રેલી માટે પરવાનગી ન હોવાનું જણાવી આગળ વધતા અટકાવ્યા હતા. આ અટકાયત બાદ રાજ ચોક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે કોઈ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *